બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / sushant singh rajput mumbai flat where he died didnt get new tenant 2 point

ના હોય ! / સુશાંતસિંહ રાજપૂતનો ડુપ્લેક્સ ફ્લેટ હજુ પણ ખાલી, બ્રોકેરે જણાવ્યું કેમ લોકો ભાડે લેવાથી ડરી રહ્યા છે..

Premal

Last Updated: 07:27 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત પોતાના બાંદ્રા વાળા એપાર્ટમેન્ટમાં મૃત મળ્યાં હતા. હાલમાં આ ઘરના એસ્ટેટ એજન્ટ રફીક મર્ચન્ટે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો. જ્યાં તેમણે જણાવ્યું કે તે મકાન હવે ફરીથી ભાડા માટે તૈયાર છે. આ ફ્લેટનુ ભાડુ પાંચ લાખ છે. પરંતુ કોઈ ભાડુઆત તેને લેવા માટે તૈયાર નથી.

  • સુશાંત સિંહ રાજપૂતના મોતથી ગભરાયા લોકો
  • અઢી વર્ષ બાદ પણ કેમ ખાલી પડ્યો છે ડુપ્લેક્ષ ફ્લેટ?
  • આ ફ્લેટ કોઈ ભાડુઆત લેવા માટે તૈયાર નથી 

ખાલી છે સુશાંતવાળો ફ્લેટ

માનવામાં આવે છે કે સુશાંતે 14 જૂન 2020ના રોજ પોતાના ફ્લેટના પંખે લટકીને આત્મહત્યા કરી હતી. સુશાંતના મોતથી આખા દેશમાં તેના પ્રશંસકો શોકમગ્ન થયા હતા. કોરોનાકાળ દરમ્યાન આ સમાચાર આવવા બધા માટે શોકિંગ હતા. સુશાંત પોતાના બાંદ્રા વાળા એપાર્ટમેન્ટમાં મૃત મળ્યાં હતા. હાલમાં આ ઘરના એસ્ટેટ એજન્ટ રફીક મર્ચન્ટે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો. જ્યાં તેમણે જણાવ્યું કે તે મકાન હવે ફરીથી ભાડા માટે તૈયાર છે. આ ફ્લેટનુ ભાડુ પાંચ લાખ છે.

અભિનેતાની મોતથી ગભરાયા લોકો 

સુશાંતના મોતના કારણે આ મકાનને કોઈ પણ જોવા માટે તૈયાર નથી. બ્રોકરે એક ન્યુઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકોને આ પ્રોપર્ટીમાં બિલ્કુલ રસ નથી. તો સી-ફેન્સિંગ ડુપ્લેક્સ ફ્લેટના એનઆરઆઈ માલિકે ભાડુ પણ ઘટાડવાની ના પાડી દીધી છે. તે પાંચ લાખમાં જ ફ્લેટને આપવા માંગે છે. આ સાથે વિવાદથી બચવા માટે આગળ કોઈ પણ મૂવી સ્ટારને પણ ફ્લેટ ભાડા પર આપવાની ના પાડી દીધી છે. એવામાં જેટલા પણ પોટેન્શિયલ ભાડુઆત છે, તેઓ બીજા વિકલ્પ તપાસે છે. 

વિવાદ સાથે જોડાયેલો ફ્લેટ કોઈ લેવા તૈયાર નથી 

રફિકે કહ્યું કે આ કન્ડીશન્સ અને ફ્લેટમાં થયેલા મોતના કારણથી દરેક વ્યક્તિ તેનાથી બચવા માંગે છે. જે ફ્લેટ વિવાદો સાથે જોડાયેલો હોય તેવો ફ્લેટ કોઈ પણ વ્યક્તિ લેવા ઈચ્છશે નહીં. જો કોઈ ભાડુઆત રસ બતાવે છે તો પણ આજુબાજુમાં રહેતા સ્થાનિકો તેમને કહાનીઓ સંભળાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ