બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા ટી 20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરીને સૂર્યકુમાર યાદવને કેપ્ટનન્સી સોંપી છે જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે.
ઓસ્ટ્રેલિયા ટી 20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન
રોહિત-કોહલીને આરામ, સૂર્યકુમાર યાદવ કેપ્ટન
23 નવેમ્બરથી ભારતમાં રમાશે પાંચ ટી 20 મેચ
વર્લ્ડ કપની બે ફાઈનલ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફરી ટક્કર થવાની છે. 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 સીરિઝ રમાવાની છે. આ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે જેમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન તો ઋતુરાજ ગાયકવાડને વાઈસ કેપ્ટન બનાવાયો છે.
Australia’s tour of India, 2023 | India’s squad for the T20I series against Australia announced