બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Suryakumar Yadav ODI World Cup from continues in one day cricket india vs west indies series

Suryakumar Yadav ODI World Cup / ODIમાં સૂર્યાની બેટિંગ પર લાગ્યું 'ગ્રહણ', વર્લ્ડકપમાંથી પત્તું કટ થાય તેવી શક્યતા

Arohi

Last Updated: 08:40 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Suryakumar Yadav ODI World Cup: વેસ્ટઈન્ડિઝના વિરૂદ્ધ પહેલી વનડે મેચમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન કંઈ ખાસ ન હતું રહ્યું અને તે 19 રન જ બનાવી શક્યા હતા. સૂર્યકુમાર વનડે ઈન્ટરનેશનલમાં સતત ફ્લોપ રહ્યા છે.

  • ODIમાં સૂર્યાની બેટિંગ પર લાગ્યું 'ગ્રહણ'
  • પહેલી વનડેમાં ન હતું કંઈ ખાસ પ્રદર્શન
  • વનડે ઈન્ટરનેશનવમાં સતત ફ્લોપ રહ્યા સૂર્યા 

ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને ત્રણ મેચોની વનડે સીરિઝની પહેલી મેચમાં 5 વિકેટથી હરાવી દીધુ. બ્રિઝટાઉનના કેંસિંગ્ટન ઓવલમાં ગુરૂવારે રમાયેલી મેચમાં યજમાન ટીમે ભારતને જીત માટે 115 રનોનો ટાર્ગેટ આપ્યો હતો જેને તેણે 163 બોલ બાકી રહેતા હાસિલ કરી લીધો. બન્ને ટીમોની વચ્ચે હવે સીરિઝનો બીજો મુકાબલો 29 જુલાઈએ બ્રિઝટાઉનમાં રમાવવામાં આવશે. 

સૂર્યકુમારનું પ્રદર્શન થઈ રહ્યું છે ખરાબ
નાના રનચેજ વખતે ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવને ત્રીજા ક્રમ પર બેટિંગ કરવા માટે મોકલ્યા. સૂર્યા જોકે કંઈ ખાસ ન કરી શક્યા અને ફક્ત 19 રન બનાવ્યા. સૂર્યાએ આ સમયે 25 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા ઉપરાંત એક સિક્સ લગાવી. સૂર્ય કુમાર યાદવ સ્પિન બોલર ગુડાકેશ મોતીની બોલ પર સ્વીપ શોર્ટ મારવાના ચક્કરમાં એલબીડબ્લ્યુ થયા. 

આમ જોઈએ તો 32 વર્ષના સૂર્યકુમાર યાદવ ભારત માટે વનડે ઈન્ટરનેશનલમાં સતત ફ્લોપ થયા છે. સૂર્યાએ અત્યાર સુધી 24 વનડે મેચોની 22 ઈનિંગમાં 23.78ની સરેરાશથી 452 રન બનાવ્યા છે. આ સમયે તેના બેટથી બે હાફસેન્ચુરી નિકળી. છેલ્લી 16 ઈનિંગમાં સૂર્યા એક પણ હાફ સેન્ચુરી ન હતી લગાવી શક્યા અને આ સમયે તે ફક્ત સાત વખત બે અંકો સુધી પહોંચી શક્યા છે. 

ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ સીરિઝમાં બનાવ્યા ત્રણ ગોલ્ડન ડક 
સૂર્યકુમાર યાદવે પોતાના વનડે ઈન્ટરનેશનલ ડેબ્યૂ 18 જુલાઈ 2021એ શ્રીલંકાના વિરૂદ્ધ કોલંબોમાં કર્યો હતો. તે મેચમાં તેમણે અણનમ 31 રન બનાવીને ખૂબ પ્રભાવિત કર્યા હતા. પછી પોતાના બીજા વનડેમાં જ સૂર્યાએ હાફ સેન્ચુરી મારી હતી. 

ત્યારથી એવું લાગી રહ્યું હતું કે સૂર્યા મિડલ ઓર્ડરમાં એક મજબૂત ખેલાડી બનીને ઉભરશે પરંતુ 9 ફેબ્રુઆરી 2022એ વેસ્ટઈન્ડિઝના વિરૂદ્ધ 64 રનોની ઈનિંગના બાદ તે પોતાનું મોમેંટમ ગુમાવી બેઠા. ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ છેલ્લી વનડે સીરિઝમાં સૂર્યા ત્રણ જ મેચમાં પહેલા બોલ પર આઉટ થઈ ગયા. 

શ્રેયસના રહેતા વર્લ્ડ કપ માટે તર મળવી મુશ્કેલ 
ઈજાગ્રસ્ત બેટ્સમેન શ્રેયશ અય્યરની અનુપસ્થિતિમાં સૂર્યકુમારની પાસે વેસ્ટઈન્ડિઝના વિરૂદ્ધ વનડે સીરીઝ મોટા સ્ટોક કરીને વનડે વર્લ્ડ કપ 2023 માટે પોતાની દાવેદારી જતાવવાનો મોકો હતો પરંતુ સૂર્યાએ પહેલા વનડેમાં જે પ્રકારે પ્રદર્શન કર્યું છે તે પ્રકારે વનડે વર્લ્ડ કપમાં તેમની જગ્યા બનતી નથી દેખાઈ રહી. શ્રેયસ અય્યરનું વર્લ્ડ કપ માટે ફિટ થવું નક્કી છે. એવામાં ચોથા ક્રમ પર તેમને ચાંસ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ