બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / suryakumar yadav hit four six in last over

ક્રિકેટ / દુબઈની રાતમાં ચમક્યો સૂર્યા: ધુઆંધાર બેટિંગમાં બોલર્સની વાગી ગઈ બેન્ડ, 26 બોલમાં 68 રન

Khevna

Last Updated: 09:23 AM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૉંગકૉંગ સામે મેચમાં સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવરમાં 4 સિક્સર ફટકારીને 26 બોલમાં 68 રન બનાવ્યા.

  • સૂર્યકુમાર યાદવે હૉંગકૉંગ સામે છેલ્લી ઓવરમાં ફટકારી 4 સિક્સર 
  • 26 બોલમાં બનાવ્યા 68 રન 
  • ભારતે હૉંગકૉંગને આપી માત 

સૂર્યકુમાર યાદવે હૉંગકૉંગ સામે છેલ્લી ઓવરમાં ફટકારી 4 સિક્સર 

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે રાત્રે સૂર્યકુમાર યાદવનાં નામનું તોફાન આવ્યું હતું. આ તોફાનમાં હૉંગકૉંગનાં બોલર નષ્ટ થઈ ગયા. ટોસ હારીને પહેલા બેટિંગ કરી રહેલી ભારતીય ટીમે એક સમયે 17 ઓવરમાં માત્ર 138 રન જ બનાવ્યા હતા. પણ પછી અહીં સૂર્યાએ ટોપ ગેર લગાવ્યો અને 13 બોલમાં 27 રનનાં દાવને 26 બોલમાં 68 રનમાં બદલી નાંખ્યો. 

છેલ્લી ઓવરમાં 4 સિક્સર 
સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલી સાથે મળીને છેલ્લી 3 ઓવરમાં 54 રન બનાવ્યા. આમાં 41 રન સૂર્યકુમારે બનાવ્યા હતા. આ દરમિયાન રાઇટ હેન્ડનાં બેટ્સમેને 22 બોલમાં પોતાની છઠ્ઠી ટી20 ઇન્ટરનેશનલ ફિફ્ટી પૂરી કરી. દાવની છેલ્લી ઓવરમાં તેમણે ત્રણ સતત સહિત કુલ ચાર સિક્સર ફટકારી. 20 મી ઓવર ફેંકવા આવેલા હારુન અરશદનાં બોલ્સ પર સૂર્યકુમારે ચાર સિક્સર સહિત કુલ 26 રન બનાવ્યા. શરૂઆતનાં ત્રણ બોલમાં સતત ત્રણ અને પછી ચોથા ડોટ બોલ બાદ પાંચમા બોલ પર પણ સિક્સર ફટકારી. રાઇટ હેન્ડનાં આ બેટ્સમેને 6 સિક્સર અને એટલા જ ચોક્કા પણ ફટકાર્યા. 

194 દિવસ બાદ વિરાટ કોહલીએ ફટકારી હાફ સેન્ચુરી 
ત્રીજા નંબર પર આવેલા વિરાટ કોહલીએ પણ લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફિફ્ટી રન બનાવ્યા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 98 રનની ભાગીદારી થઈ. આ ઉપરાંત, કેએલ રાહુલે 36 અને કેપ્ટન રોહિત શર્માએ 21 રન બનાવ્યા. ભારતે હૉંગકૉંગને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને 153 રનમાં જ હૉંગકૉંગને માત આપી દીધી. આ પહેલા હૉંગકૉંગનાં કેપ્ટન નિઝાકત ખાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ