બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / suryakumar yadav ankle injury serious ruled out for few weeks no ind vs afg t20 series

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાનું ટેન્શન હાઇ! સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ આટલા અઠવાડિયાઓ માટે બહાર, ઈજા ગંભીર

Dinesh

Last Updated: 11:54 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

suryakumar yadav: સુર્યકુમાર યાદવને ઈજા ખૂબ જ ગંભીર છે, જેના કારણે તે આગામી કેટલાક અઠવાડિયા સુધી ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર રહેશે, જોહાનિસબર્ગમાં રમાયેલી છેલ્લી T20 મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સૂર્યાનો પગ વળી ગયો હતો

  • ટી-20 ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પહોંચી ઈજા
  • સૂર્યકુમાર યાદવને ઈજા થતાં તે સાત સપ્તાહ કરશે આરામ
  • તે આવતા મહિને યોજાનારી T20 શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં


ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકામાં ટી20 સીરીઝ જીતી છે અને હવે તેણે વનડે સીરીઝ પર પણ કબ્જો કરી લીધો છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો તેઓ ટેસ્ટ શ્રેણીમાં પણ ઐતિહાસિક જીત નોંધાવશે તો આ પ્રવાસ સંપૂર્ણ રીતે સફળ સાબિત થઈ જશે. આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયા માટે દક્ષિણ આફ્રિકાથી પણ કેટલાક પીડાદાયક સમાચાર આવ્યા છે. જેમાં હવે સૌથી મોટો આંચકો એ લાગ્યો છે, કે ટી-20 ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ઈજાના કારણે આગામી કેટલાક સપ્તાહો સુધી ક્રિકેટથી દૂર રહેશે. સૂર્યાને છેલ્લી T20 મેચમાં આ ઈજા થઈ હતી જેને લઈ તે આવતા મહિને યોજાનારી T20 શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં.

સૂર્યકુમાર યાદવનો IPLમાં દબદબો: એક જ મેચમાં કર્યા એકસાથે 3 રેકોર્ડ પોતાને  નામ, પૂરા કર્યા 3000 રન suryakumar yadav completes 3000 run and 100 six in  ipl history 3 records

ઘૂંટણમાં ઈજા થઈ 
એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સૂર્યાની ઈજા ખૂબ જ ગંભીર છે, જેના કારણે તે આગામી કેટલાક અઠવાડિયા સુધી ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર રહેશે. જોહાનિસબર્ગમાં રમાયેલી છેલ્લી T20 મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સૂર્યાનો પગ વળી ગયો હતો, જેના કારણે તેને પગની ઘૂંટણમાં ઈજા થઈ હતી.

સૂર્યકુમાર યાદવે ફટકારી ચોથી સેન્ચુરી, IPLના ઈતિહાસમાં પહેલી વખત થયુ કંઈક  આવું | IPL 2023 MI vs GT suryakumar yadav fourth century in t20 cricket  maiden hundred in ipl for mumbai indians

7 અઠવાડિયા માટે બહાર
સૂર્યા ODI શ્રેણીનો ભાગ નહોતો અને ન તો તે ટેસ્ટ ટીમનો ભાગ છે. આ સ્થિતિમાં તે T20 સિરીઝ બાદ દેશ પરત ફર્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પરત ફર્યા બાદ સૂર્યાના પગની ઘૂંટીનું સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રેડ-2 ફાટી ગયું હતું. આ સ્થિતિમાં તે તરત જ મેદાનમાં પરત ફરી શકશે નહીં અને તેને હાલ પૂરતો આરામ કરવો પડશે. બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કારણે સૂર્યકુમાર લગભગ 7 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. તે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે થનારી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં પણ રમી શકશે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ