બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Surya Shobha Vandana Institute Survey, Parents of the market pay attention, beware!

સર્વે / બજારના પડીકા આપનાર વાલીઓ ચેતી જજો! અમદાવાદના આ વિસ્તારમાંથી 70 બાળકો મળી આવ્યા કુપોષિત, કારણ ચોંકાવનારું

Priyakant

Last Updated: 10:22 AM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Latest News: સૂર્યા શોભા વંદના નામની સંસ્થાનું અવલોકન છે કે, બાળકો ને પૌષ્ટિક આહાર નહિ મળતા તેઓ કુપોષિત બની રહ્યા છે, જે રાજ્ય માટે ચિંતાનો વિષય, લોકોએ વધુ જાગૃત બનવું પડશે

  • બજારમાં મળતા પડીકા ખાતા જેઆ ચેતજો
  • પડીકા મારી શકે છે તમારી ભુખ
  • ભૂખ મરતા નાના બાળકો બની શકે છે કુપોષિત
  • ભૂખ મરતા પૌષ્ટિક આહાર નથી ખવાતો
  • કુપોષણ માંથી બહાર આવવા જરૂર છે પૌષ્ટિક આહાર

Ahmedabad News : ગુજરાતમાં અનેક સમસ્યાઓની વચ્ચે કોઈ ચિંતાજનક સમસ્યા હોય તો તે છે કુપોષણ. રાજ્ય સરકાર કુપોષણને દુર કરવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે. અર્બન હેલ્થ સેન્ટર થી લઈને આંગણવાડી માં પ્રયાસો કરાઈ રહ્યા છે. વિવિધ અભિયાનો પણ ચલાવાઇ રહ્યા છે. પણ તેમ છતાં તેનો યોગ્ય પડઘો નથી પડી રહ્યો જે  સૂર્યા શોભા વંદના નામની સંસ્થાનું અવલોકન છે.  જેને લઈને સંસ્થાએ આ કાર્ય ઉપાડ્યું અને અમદાવાદની એક વસાહત ને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવી. 

આ વાત છે અમદાવાદના ન્યુ વાસણા વિસ્તારમાં વાસણા ગુજરાતી  શાળા પાસેની વસાહતના કે જ્યાં ખાનગી સંસ્થા દ્વારા કરાયેલી કામગીરીથી વસાહત ને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવાઈ છે. 3 મહિના પહેલા સૂર્યા શોભા વંદના નામની સંસ્થા દ્વારા કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં વસાહતના 750 મકાનના સર્વે કરતા 300 ઉપર મકાનમાં બાળકો મળી આવ્યા. જેમાં 70 બાળકો કુપોષણમાં હોવાનું સામે આવ્યું.  જે બાદ બાળકોને કુપોષણ માંથી બહાર કાઢવા પ્રક્રિયા શરૂ કરાઇ. જ્યાં બાળકોના સ્ક્રીનીંગ અંગે માતા પિતાને સમજણ અપાઈ.  બાળકોના વજન અને હાઈટ અને શરીરના બાંધા આધારે કુપોષણ નક્કી કરી ખોરાક અને દવા શરૂ કરાઇ.  

આ સાથે સંસ્થા દ્વારા બાળકોના પરિવારને બાળકને સ્પષ્ટ પણે પડીકા ન આપવા અને પૌષ્ટિક આહાર આપવા સૂચન કરાયું.  જે પ્રયાસ સફળ રહ્યો અને અઢી મહિનાની મહેનતે આખું વસાહત કુપોષણ માંથી બહાર આવ્યું. જેથી પરિવારે સંસ્થાનો આભાર પણ માન્યો. તેમજ અન્ય ખાવાનું છોડી પૌષ્ટિક ખાવાનું શરૂ કરી સ્વાસ્થ્ય સુધાર્યું.  ખાનગી સંસ્થાના આ પ્રયાસની સરકારે પણ નોંધ લીધી. જ્યાં સરકારે તેમના કાર્યને આગળ વધારવા આગળ આવી. અને તાજેતરમાં ગુજરાત વાઇબ્રન્ટ માં થઈ રહેલા વિવિધ MOU વચ્ચે કુપોષિત બાળકો ને બહાર કાઢવા માટે સરકારે સંસ્થા સાથે 108 કરોડના MOU કર્યા. 

શું કહી રહ્યા છે સૂર્યા શોભા વંદના નામ સંસ્થાના પ્રમુખ ? 
સૂર્યા શોભા વંદના નામની સંસ્થાના પ્રમુખ અર્પિતા શાહના જણાવ્યા પ્રમાણે નીતિ આયોગના આંકડા મુજબ અમદાવાદમાં 10 હજાર જ્યારે ગુજરાતમાં 2 લાખ ઉપર બાળકો કુપોષિત છે. જેમાં આ MOU થકી રાજ્યમાં 75 હજાર બાળકોને કુપોષણ માંથી બહાર કાઢવાનો અંદાજ છે તેટલું બજેટ છે.  હાલમાં સંસ્થા દ્વારા કરેલી કામગીરીમાં અંદાજે 10 લાખના ખર્ચે અમદાવાદમાં ન્યુ વાસણા વિસ્તારમાં આવેલ વસાહતના 70 બાળકોને અઢી મહિના સરકારી શાળા અને ઘરે ઘરે જઈને કેમ્પેઇન ચલાવી કુપોષણ માંથી બહાર કઢાયા છે. જેમાં શહેરી વિસ્તાર માટે એક બાળક પાછળ 12 હજાર જ્યારે ગ્રામ્યના બાળક માટે 15 હજાર ખર્ચ મનાઈ રહ્યો છે. તેમજ ન્યુ વાસણા બાદ હવે સંસ્થા અમરાઈવાડીમાં કુપોષણ મુક્ત અભિયાન હાથ ધરશે.

વધુ વાંચો: આજથી ગુજરાતમાં “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ, અંદાજિત 51 આદિજાતિ તાલુકાના ગામોને સાંકળી લેવાશે

એક વસાહત ને કુપોષણ મુક્ત કરવી તે મોટી અને સારી બાબત છે. પણ હજુ રાજ્યમાં આવા અનેક બાળકો છે જે કુપોષિત છે. જેમને જલ્દી બહાર લાવવા જરૂરી છે. કેમ કે સંસ્થાના મતે જો કુપોષિત બાળકની જલ્દી સારવાર ન થાય તો તે બાળક ને ટીબી અને કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે જે ગંભીર બાબત બની શકે. તેમજ જેમ આ સંસ્થા આગળ આવી અને એક વસાહત ને કુપોષણ માંથી બહાર કાઢી. તે રીતે સરકાર પણ કઈ કરે તો અનેક બાળકો જલ્દી કુપોષણ માંથી બહાર આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ