બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Surat the danger of accidents when people roam recklessly on the BRTS road, video goes viral

અવળચંડાઈ / આવી અવળચંડાઇ.! સુરત BRTS રોડ છે કે વોકિંગ-વે, એક છોકરાએ કેવો જીવ જોખમમાં મૂક્યો, ટ્રાફિક પોલીસ ક્યાં?

Dinesh

Last Updated: 07:45 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat BRTS route video : સુરતમાં BRTS રૂટની અંદર લોકો બેફામ રીતે ફરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે જેમાં અનેક લોકો રૂટમાં વોકિંગ કરતા દેખાય છે તો સાથે ઘણા લોકો રસ્તો ક્રોસ કરતા પણ નજરે પડે છે

 

  • સુરત BRTS રૂટનો વીડિયો વાયરલ
  • BRTS રૂટ પર લોકોની બેદરકારી 
  • પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ


Surat BRTS route video : સુરત શહેરમાં બીઆરટીએસ રૂટ ઉપર અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણી વખત બીઆરટીએસ બસ અને સિટી બસના ચાલકો ગફલતભરી રીતે હંકારતા રાહદારીઓને ટક્કર મારતા હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ લોકોનું બેજવાબદારીભર્યું વર્તન પણ અકસ્માત પાછળ જવાબદાર છે. કારણ કે BRTSના રૂટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અનેક લોકો આ રૂટમાં વોકિંગ કરતા દેખાય છે, તો સાથે ઘણા લોકો રસ્તો ક્રોસ કરતા પણ નજરે પડે છે. 

બાળકે બસની સામે ઉભા રહી સ્ટંટ કર્યો
આ બધા વચ્ચે હદ તો ત્યારે થઈ જ્યારે એક બાળક બસને આવતી જોઈ સાઈડ થવાના બદલે બે હાથ ફેલાવીને બસની આગળ ઊભું રહી ગયું, જેથી આગળ વધતા બસના રૂટ પરથી બાઈકચાલકો પણ પસાર થતા જોવા મળ્યા હતા. વાઇરલ થયેલા વીડિયોની અંદર લોકો કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર જીવના જોખમે બીઆરટીએસ રૂટમાં ક્યાંક બેઠેલા તો ક્યાંક રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. અકસ્માત થાય તો દોષનો ટોપલો બસચાલક પર જ ટોળાય છે. બીઆરટીએસ રૂટ પર જે પ્રકારે લોકો પડ્યાપાથર્યા રહે છે જેના કારણે અકસ્માત થતો હોય છે. 

BRTS રૂટ પીકનીક પોઇન્ટ બન્યો !
કોસાડ વિસ્તારની અંદર તેમજ હીરાબાગ સર્કલ સહિતના અલગ અલગ વિસ્તારોનો વીડિયો સામે આવ્યા છે. વીડિયો જોઈને કોઈના પણ રૂવાડાં ઊભા થઈ જાય એ પ્રકારે લોકો બેઠેલા જોવા મળી રહ્યા છે. બીઆરટીએસ બસને ચાલકો જ્યારે રૂટ પર બસ હંકારતા હોય છે ત્યારે આ લોકો કેટલું મોટું જોખમ ખેડતા હોય છે જે દેખાઈ આવે છે. રસ્તાની બંને તરફ લોકો બેસી રહે છે. બીઆરટીએસ રૂટનો રસ્તો ખૂબ સાંકડો હોય છે અને માત્ર બસ પસાર થાય એ પ્રકારનો જ રૂટ તૈયાર કરવામાં આવલો હોય છે. જો જરા પણ બીઆરટીએસ બસ ચાલકની ભૂલ થાય તો રોડ ઉપર બેઠેલા લોકો અકસ્માતના ભોગ બની શકે છે. આવી સ્થિતિમાં જ્યારે અકસ્માત થાય છે, ત્યારે દોષનો ટોપલો સીધો બસચાલક ઉપર ઢોળી દેવામાં આવે છે. ઘણી વખત તો બસચાલકોએ ઊભા રહીને તેમને ત્યાંથી હટી જવા માટે કહેવું પડે છે. આવી રીતે લોકોનું વર્તન રૂટ ઉપર જોવા મળે ત્યારે સ્વાભાવિક છે કે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ