બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat ST Division has enjoyed the festival of Diwali. The ST department got an income of Rs 3.42 crore

નફો / તહેવારોમાં એક્સ્ટ્રા બસો દોડાવતા સુરતના ST વિભાગને બમ્પર આવક, તિજોરી છલકાઇ ગઇ, જાણો કેટલા કરોડ કમાયા

Dinesh

Last Updated: 10:50 AM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat ST Division: સુરત ST વિભાગને દિવાળીના તહેવાર ફળ્યા છે, ST વિભાગને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ છે

  • ST વિભાગને દિવાળીના તહેવાર ફળ્યા 
  • એક્સ્ટ્રા બસોથી ST વિભાગને થયો ફાયદો 
  • સુરત ST વિભાગને 3.42 કરોડની આવક 

 

Surat ST Division: દિવાળીનો તહેવાર સનાતન ધર્મમાં મોટો તહેવાર ગણાય છે. જે તહેવાર લોકો પોતાના વતનમાં ઉજવવાનો વધુ પસંદ કરે છે. જેને લઈ રેલવે, એસ ટીમાં લોકો મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે ત્યારે સુરત ST વિભાગને દિવાળીના તહેવાર ફળ્યા છે. ST વિભાગને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ છે 

નિવેડો આવ્યો..સુરતમાં આવતીકાલથી તમામ ખાનગી લકઝરી બસ શહેરમાં પ્રવેશશે, આ સમય  નક્કી કરાયો | Important news regarding the entry of private buses in Surat

3.42 કરોડની આવક થઈ
દિવાળીના તહેવાર દરમિયાન દોડાવાયેલી એક્સ્ટ્રા બસથી સારો એવો સુરત એસ ટી વિભાગને ફાયદો થયો છે. એક્સ્ટ્રા બસોથી સુરત ST વિભાગને રૂપિયા 3.42 કરોડની આવક થઈ છે. દિવાળી દરમિયાન ગ્રૂપ બુકિંગની 84 બસ દોડાવાઈ હતી. ગ્રૂપ બુકિંગ સાથે કુલ 1,737 વધારાની બસનું સંચાલન કરાયું હતું. દિવાળી દરમિયાન 96,477 મુસાફરોએ એક્સ્ટ્રા બસનો લાભ લીધો હતો. 

એક્સ્ટ્રા બસોનું સંચાલન
અત્રે જણાવીએ કે, સુરત એસટી વિભાગે દિવાળીના તહેવાર લગભગ 2000 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું, જે બસોનું એક્સ્ટ્રા સંચાલનમાં બસનું એડવાન્સ બુકિંગ ઓનલાઈન તેમજ ગ્રુપ બુકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને લઈ આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, આ દિવાળીનો તહેવાર સુરત એસટી નિગમને આવકારદાયક ફળ્યો છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ