બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Surat: Smugglers snatch half tanker from pipe by keeping truck next to diesel filled tanker, petrol pump owner files complaint

સુરત / ડીઝલ ભરેલા ટેન્કરની બાજુમાં ટ્રક રાખી પાઈપથી અરધું ટેન્કર ઉલેચી ગયા તસ્કરો, પેટ્રોલપંપ માલિકે નોંધાવી ફરિયાદ

Mehul

Last Updated: 11:44 PM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કોસંબા તરસાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પમ્પના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ડીઝલ ભરેલા ટેન્કરને ટાર્ગેટ કરી તસ્કરો 2384 લીટર ડીઝલની ચોરી કરી ફરાર થયા.તસ્કરો. પોલીસ ફરિયાદ

  • કોસંબાના તરસાડી વિસ્તારમાં ડીઝલ ચોરી 
  • ટેન્કરમાંથી 2384 લીટર ડીઝલની ચોરી કરી ફરાર
  • પોલીસ મથકે ફરિયાદ નોંધાતા  તપાસ શરૂ

સુરતના કોસંબા તરસાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પમ્પના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ડીઝલ ભરેલા ટેન્કરને ટાર્ગેટ કરી તસ્કરો 2384 લીટર ડીઝલની ચોરી કરી ફરાર થયા.તસ્કરો. આ તસ્કરો  એટલા બેખોફ હતા કે ચોકીદારે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો તો ચોકીદાર ને જબરજસ્તી ટ્રકમાં બેસાડી લઈ ગયા અને અધવચ્ચે હાઇ -વે પર છોડી મુક્યો હતો. આખી ઘટના સી.સી.ટીવીમાં કેદ થઈ હતી.પેટ્રોલ પમ્પ માલિકે કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા લાગી છે કામે

શી છે તસ્કરોની મોડસ ઓપરેન્ડી ?

સુરતના કોસંબા તરસાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પમ્પના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ડીઝલ ભરેલા ટેન્કરને નિશાન બનાવતા  તસ્કરો ડીઝલની ચોરી કરી રહ્યા છે. સૌથી પહેલા તસ્કરો એક ટ્રક લઈને આવ્યા જેમાં ડીઝલ ચોરી કરવાની તમામ સામગ્રી હતી.બેખોફ તસ્કરો તરસાડી વિસ્તારમાં આવેલ મહા લક્ષ્મી પેટ્રોલ પમ્પના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ડીઝલ ભરેલા ટેન્કરની બાજુમાં ટ્રક ઉભી કરી..અને ટેન્કર માંથી મોટર અને પાઇપો દ્વારા ચોરી કરવાનું શરૂ કર્યું.અર્ધું ટેન્કર ડીઝલ ચોર્યા બાદ તસ્કરો ટ્રક લઈને બહાર નીકળી રહ્યા હતા ત્યારે ચોકીદારે તેમને અટકાવ્યા તો ચોકીદાર ને રોડ પર આવવા કહુયું અને જેવો ચોકીદાર ટ્રક પાછળ રોડ પર ગયો તો તેને ડરાવી ધમકાવી ટ્રકની કેબિનમાં બેસાડી હાઇવે સુધી લઈ ગયા અને અધ વચ્ચે ચોકીદાર ને ઉતારી તસ્કરો ફરાર થઇ ગયા

ચોકીદાર એક, તસ્કર અનેક 

તસ્કરોને ખબર હોય છે કે પેટ્રોલ પમ્પ પર સી.સી ટીવી લગાવેલા હોય છે છતાં બેખોફ તસ્કરો ટ્રક લઈને આવ્યાને ચોકીદાર હોવા છતાં 2384 લીટર ડીઝલ ટેન્કર માંથી ચોરી કરી અને ચોકીદાર ને ખબર પણ ના પાડી પણ જ્યારે ચોરીને અંજામ આપ્યા બાદ ટ્રક પેટ્રોલ પમ્પના કમ્પાઉન્ડમાંથી નીકળી ત્યારે ચોકીદારને અંદાજ આવી ગયો પણ તસ્કરોની સંખ્યા વધુ હોય ચોકીદાર પણ લાચાર બની ગયો. ત્યારે હવે કોસંબા પોલીસ આ ડિઝલ ચોર ગેંગ ને ક્યારે ઝડપી પાડે છે એ જોવું રહ્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ