બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Surat railway policeman had a fight with the vehicle driver in the police station regarding the traffic memo

Video / ટ્રાફિક મેમો મામલે સુરત રેલવે પોલીસકર્મી ભાન ભૂલ્યાં, પોલીસ સ્ટેશનમાં જ વાહન ચાલક સાથે કરી લાફાવાળી

Priyakant

Last Updated: 11:38 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Police Viral Video News: ટ્રાફિક મેમો બાબતે રેલવે પોલીસે વાહન ચાલકને માર્યા લાફા, પોલીસકર્મી વાહન ચાલકને લાફો મારતા વીડિયો વાયરલ

  • સુરત રેલવે પોલીસે વાહન ચાલકને માર્યા લાફા 
  • પોલીસ કર્મીએ પોલીસ સ્ટેશનમાં જ માર્યા લાફા
  • પોલીસકર્મી વાહન ચાલકને લાફો મારતા વીડિયો વાયરલ
  • ટ્રાફિક મેમો બાબતે મારામારી કર્યાની હોવાની ચર્ચા

ગુજરાતમાં ફરી એકવાર કથિત રીતે પોલીસની ગેરવર્તણૂક સામે આવી છે. વિગતો મુજબ સુરત રેલવે પોલીસે વાહન ચાલકને લાફા માર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રાફિક મેમો બાબતે મારામારી કર્યાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે આ સમગ્ર મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

સુરતમાં રેલવે પોલીસે એક વાહન ચાલકને લાફા માર્યા હોવાનું સામે આવતા હવે પોલીસતંત્ર સામે સવાલો ઊભા થયા છે. વાત જાણે એમ છે કે, ટ્રાફિક મેમો બાબતે એક વાહન ચાલક અને રેલવે પોલીસ વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. જે બાદમાં પોલીસકર્મીએ વાહનચાલકને લાફો મારી દીધો હતો. જોકે વાહનચાલકને માર મારતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

મેહુલ બોઘરાએ પણ ટ્વિટ કર્યો વિડીયો 
સુરતના એડવોકેટ મેહુલ બોઘરાએ પણ આ અંગે વિડીયો ટ્વિટ કરી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. મહત્વનું છે કે, અનેકવાર ગુજરાતમાં પોલીસની હેરાનગતિના વિડીયો સામે આવતા હોય છે. જોકે સુરત રેલવે પોલીસે તો એક વાહનચાલકને મેમો બાબતની કોઈ માથાકૂટમાં લાફો ઝીંકી દેતાં પોલીસને આવો અધિકાર કોણે આપ્યો તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. 

સળગતા સવાલ 

  • સામાન્ય નાગરિક પર હાથ ઉપાડવાનો અધિકાર કોણે આપ્યો?
  • પોલીસકર્મી જ કાયદા નહીં અનુસરે તો પ્રજાની રક્ષા કોણ કરશે?
  • પોલીસકર્મી જ કાયદાનું ભાન ભૂલે શું એ યોગ્ય છે?
  • ખાખીના જોરે દાદાગીરી કરતા પોલીસકર્મીઓ પર કાર્યવાહી થશે કેમ?
  • પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કોણ કરશે?
  • પોલીસકર્મીને સસ્પેન્ડ કરાશે કે કેમ?
  • સામાન્ય માણસને ન્યાય મળશે કે કેમ?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ