બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / Surat Police Became God: See How They Saved A Couple Who Was Going To Commit Suicide Due To Financial Crisis

અભિગમ / સુરત પોલીસ ભગવાન બની આવી: આર્થિક તંગીના કારણે આપઘાત કરવા જતી પરિણીતાને જુઓ કેવી રીતે બચાવી

Vishal Khamar

Last Updated: 12:11 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મહુવા તાલુકાનાં ઘડોઈ ગામની એક પરણીતાએ સોશિયલ મીડિયા પર આત્મ હત્યા કરવાની પોસ્ટ મુકી હતી. જે બાદ પોલીસ દ્વારા પરણીતાનું લોકેશન ટ્રેસ કરી તેનાં ઘરે જઈ મહિલાને સમજાવી તેને જરૂરી ચીજ વસ્તુઓ પણ આપી હતી.

  • મહુવાનાં ઘડોઈની પરણીતાને આત્મહત્યા કરતા બચાવી
  • પોલીસે મહિલાનું લોકેશન ટ્રેસ કરી પરણીતાનાં ઘરે પહોંચી
  • આર્થિક તંગી ઊભી થતા આ પગલું ભરવાની હોવાનું  પોલીસને જણાવ્યું

આમ તો ખાખી માટે સૌ કોઈ એક જ નજરથી જોતા હોય છે.  પરંતુ આ જ ખાખીનું બીજું એક પાસુ સુરત જિલ્લાનીમાં જોવા મળ્યું હતું.  જેમાં સુરત ગ્રામ્ય પોલીસે એક પરણીતાને આત્મહત્યા કરતા તો અટકાવી.  પરંતુ સાથે સાથે પારિવારિક રીતે મદદ પણ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  ઘટના એ હતી કે સુરત જિલ્લાનો આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના આ ઘટના બની હતી .

પરણીતાઓ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી

મહુવા તાલુકાના ઘડોઈ ગામે એક પરણીતાએ આજે પોતે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરનાર હોવાનું જણાવીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જોકે આ પોસ્ટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલને ધ્યાને આવી હતી. પોલીસે તપાસ કરતા આ પરિણીતા સુરત જિલ્લાની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પરણીતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી નંબર મેળવી તેનો સંપર્ક કરવાનો શરૂ કર્યું હતું.  અને વાતચીત કરતા આ પરણેતાનું લોકેશન સુરત જિલ્લાના મહુવા તાલુકાનું ગામ હોવાનું સામે આવ્યું હતું. 


મહિલા પરણીતા આત્મહત્યા કરે પહેલા જ પોલીસે તેને ઉગારી લીધી
આત્મહત્યા કરનાર મહિલા મહુવા તાલુકાના ઘડોઈ ગામની હોવાનું બહાર આવ્યું હતું.  પોલીસે મહિલા સાથે કોઈક રીતે વાતચીતમાં વ્યસ્ત રાખી હતી.  અને વાત કરતા કરતા અને મહિલા પરણીતા આત્મહત્યા કરે પહેલા જ પોલીસે તેને ઉગારી લીધી હતી. જો કે પરણીતાના આત્મહત્યા કરવાનું કારણ પૂછતા જે કારણ પરણીતા એ જણાવ્યુંએ કારણ જાણીને પોલીસ પણ બે ઘડી સ્તબ્ધ થઈ ગઈ હતી. 

પોલીસે પરણીતેને અનાજ તેમજ જરૂરી ચીજ વસ્તુઓ ભરાવી આપી
કારણ એ સામે આવ્યું કે  પરણીતાના પતિને સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ  હોવાને કારણે પોતાના ઘરમાં પરણીતા તેમજ તેની સાસુને ઘરમાં  જરૂરી ચીજ વસ્તુઓ નહીં લાવી ખાવા પીવાનું પૂરતું અનાજ પણ નહીં ભરાવતા હોવાની રજૂ કરી હતી. વ્યસની પતિ અને ઘરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની તકલીફ પડતી હોવાનું પણ પરિણીતાએ પોલીસ સમક્ષ વાત કરી હતી.  જેથી પોલીસે પરણીતાના પતિને પણ ઠપકો આપ્યો હતો.  અને આટલું જ નહીં પરંતુ શરૂઆતના દિવસોમાં ઘરમાં અનાજ અને જરૂરી ચીજ વસ્તુઓની તકલીફ ના પડે એ માટે પોલીસે ઘરમાં જરૂરી ચીજવસ્તુઓ પણ ભરાવી આપી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું હતું.  જેથી એક સમયે આત્મહત્યા કરવા પ્રેરાયેલ પરણીતાએ પોલીસનું આ માનવતા ભર્યું સ્વરૂપ જોઈને ભાવવિભોર બની હતી અને પરણીતા તેમજ તેના પરિવારજનોએ પણ સુરત ગ્રામ્ય પોલીસનો આભાર માન્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ