બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Surat incident the girl fell down from the gallery, the mother also fainted after seeing her daughter, see CCTV

ચેતવણીરૂપ કિસ્સો / સુરતમાં રમતા રમતા બાળકી ગેલેરીમાંથી ધડામ દઇને નીચે પટકાઇ, દીકરીને જોઇ માતા પણ બેભાન, જુઓ CCTV

Megha

Last Updated: 10:50 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં માતા-પિતાને ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. રમતા રમાતા બાળકી બાલકનીમાંથી નીચે પટકાઇ હતી. હાલ એ ઘટના સમયના CCTV પણ સામે આવ્યા છે.

  • સુરતમાં માતાપિતા માટે આંખ ખોલતી ઘટના 
  • તુલસી રો હાઉસ સોસાયટીમાં બાળકી બાલ્કનીમાંથી નીચે પટકાઈ 
  • ઘટના સમયના CCTV સામે આવ્યા 
  • ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ 

માતા-પિતા માટે એક ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં આ ઘટના બની છે જેમાં ઘરની બાલ્કનીમાં રમતાં એક બાળકી અચાનક નીચે પટકાઈ હતી. સુરતનો આ કિસ્સો દરેક માતાપિતા માટે આંખ ખોલતી ઘટના છે. હાલ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

ત્રીજા માળે ઊભેલી બાળકી અચાનક નીચે પટકાઈ
વાત સુરતના વરાછા યોગી ચોકમાં આવેલી સોસાયટીની છે, જ્યાં ત્રીજા માળે ઊભેલી બાળકી અચાનક નીચે પટકાઈ હતી. ભર દિવસે અચાનક આવો બનાવ બનતા સોસાયટીમાં હાજર દરેક લોકો ચોંકી ગયા હતા. હાલ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અચાનક બાળકીને નીચે પડેલી હાલતમાં જોઈને ત્યાં દોડી આવેલી તેની માતા પણ બેભાન થઈને પડી ગઈ હતી. આ આખી ઘટના સોસાયટીના CCTVમાં કેડ થઈ હતી. 

આ બનાવમાં વાંક કોનો?
કોઈનો નહીં. પણ  દરેક માતા-પિતા જે તેમના બાળકને એકલું રમવા મૂકી દે છે અને કલાકોના કલાકો સુધી કોઈ ભાળ મેળવતા નથી. તેમના માટે લાલબત્તી સમાન ઘટના છે. કારણ કે એ 5 વર્ષની માસૂમને નહોતી ખબર કે એકલું ધાબા પર જવાથી ખતરો છે, એકલા ધાબા પર જવાથી કદાચ મોતને પણ ભેટી શકાય છે. ઘણા બાળકો રમત રમવા ધાબા સિવાય પણ અન્ય એવી જગ્યાએ જતાં રહેતા હોય છે, જ્યાં જીવનો ખતરો છે. કોઈનું બાળક સોસાયટીમાં રમવા ગયું હોય છે ને કારમાં ચગદાઈ જાય છે, કોઈનું બાળક એકલૂ રમતું હોય છે અને ખુલ્લી ગટરમાં પડી જાય છે. 

સુરતના પરિવાર સાથે બનેલી આ ઘટનામાંથી શીખ મેળવો 
બાળકો રમતમાં એટલા મશગુલ હોય  છે કે તે આગળ શું થશે તેનાથી અજાણ હોય છે પણ માતા-પિતા તો સમજદાર હોય છે ને. એમને ધ્યાન રાખવું જોઈએ કે બાળક ક્યાં રમવા જાય છે, કઈ રમત રમે છે, કેટલા સમયથી બાળક રમવા ગયું છે, કોણ કોણ રમે છે, કામને સાઈડમાં મૂકી ક્યાંક તો ધ્યાન રાખવું પડશે નહિતર સુરતના પરિવાર સાથે બનેલી આ ઘટના તમારા પરિવારમાં પણ બની શકે છે. શક્ય હોય ત્યાં સુધી નાના બાળકોને એકલા મૂકવાની જગ્યાએ તેમની સાથે રહીને તેનું ધ્યાન રાખવું જોઈએ, નહિ તો તેને સોસાયટીની આસપાસની એ જગ્યાઓથી જાણ કરાવવી જોઈ કે અહી જવાથી તને વાગી શકે છે.  

હવે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આ પરિવાર સાથે બનેલી ઘટના ફરી રિપીટ ન થાય. માસૂમ બાળકનું દરેક રીતે ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તેના જીવનો સવાલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ