બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Surat family's tragic accident in UP's Barbanki, 6 people killed

મોટી દુર્ઘટના / સુરતના પરિવારનો યુપીના બારબંકીમાં ગમખ્વાર અકસ્માત, 6 વ્યક્તિના મોતથી અરેરાટી

Mehul

Last Updated: 06:06 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે સવારે 3 વાગ્યે લખનૌ -અયોધ્યા માર્ગ પર એક ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના બે બાળકો સહીત 6 લોકોના મોત થયાના સમાચાર. બંધ કન્ટેનરમાં ઘૂસી ગઈ કાર. વતનમાં ગયો હતો પરિવાર

  • સુરતના પરિવારને ઉત્તર પ્રદેશના બારાબંકીમાં અકસ્માત 
  • બંધ કન્ટેનરમાં કાર ઘૂસી જતા એક જ પરિવારના 6 નાં મોત 
  • સુરતનો વેપારી પરિવાર પૈતૃક નિવાસ હયાતનગર જતો હતો 


ઉતર પ્રદેશના બારાબંકી જીલ્લામાં બુધવારે સવારે એક ભીષણ માર્ગ અકસ્માતમાં 6 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.મૃત્કોમ્માં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં ધોરી માર્ગ પર ઉભેલા એક કન્ટેનરમાં કાર ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં 6 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.દુર્ઘટના રામસ્નેહી ઘાટ કોટવાલીનાં નારાયણપૂર પાસે મધરાતે 3 વાગ્યે ઘટી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો આગળનો ભાગ કન્ટેનરમાં ઘૂસી ગયો હતો જેમાં આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા. આ પરિવાર સુરતના વ્યાપારીનો હતો.

 

 

વ્યાપારી પરિવાર સુરતનો  

સુરતના વેપારી પરિવારને ઉત્તરપ્રદેશમાં  ગમખ્વાર અકસ્માત નડતા સુરતના વ્યાપારી વર્ગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વેપારી અજયકુમાર વર્મા સહિત પરિવારના 6 સભ્યોનું નિધન થતા શોક્નીં લહેર ફરીવળી હતી. અયોધ્યા-લખનઉ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. વ્યાપારી પરિવાર પોતાની કાર લઈને વતનમાં ફરવા ગયા હતા. જ્યાં આ અકસ્માત સર્જાયો હતો. 

કારના ફુરચા ઉડી ગયા 

બુધવારે સવારે 3 વાગ્યે લખનૌ -અયોધ્યા માર્ગ પર એક ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના બે બાળકો સહીત 6 લોકોના મોત થયાના સમાચાર આવ્યા હતા. માહિતી મુજબ શુજાગંજનાં હયાત નગર નિવાસી અજય કુમાર તેમની પત્ની અને બાળકો સહીત 6 વ્યક્તિઓ સાથે સુરતથી  પોતાના ઘર તરફ  જઈ રહ્યા હતા.જેવા રામસ્નેહી ઘાટ પોલીસ મથકની હદમાં પહોચ્યા ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નારાયણપૂર પાસે ઉભેલા કન્ટેનર સાથે ગાડી ટકરાઈ હતી.આ ગાડીના ફુરચા ઉડી ગયા હતા સુરતનો આ પરિવાર તેમના પૈતૃક નિવાસ એવા  હયાતનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના ઘટી હતી   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ