બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Supreme Court's important decision in favor of migrant laborers, said- make ration cards available in 3 months

નિર્ણય / પ્રવાસી મજૂરોને લઇ સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને મહત્વનો આદેશ, કહ્યું '3 જ મહિનામાં રેશન કાર્ડ પ્રોવાઇડ કરો'

Megha

Last Updated: 09:17 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે જોવું પડશે કે પ્રવાસી મજૂરોને રેશન કાર્ડ મળે .અમે સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 3 મહિનાનો સમય આપીએ છીએ કે તેઓ ગુમ થયેલા રાશન કાર્ડ જારી કરે. - સુપ્રીમ કોર્ટ

  • પ્રવાસી મજૂરોને રેશન કાર્ડ આપવા માટે ત્રણ મહિનાનો વધુ સમય આપ્યો
  • દરેક નાગરિકને યોજનાઓનો લાભ મળવો જોઈએ - કોર્ટ 
  • કલ્યાણકારી યોજના રાજ્યના લોકો સુધી પંહોચે એ સરકારની ફરજ છે

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સરકારી પોર્ટલ ઈ-શ્રમ પર નોંધાયેલા પ્રવાસી મજૂરોને રેશન કાર્ડ આપવા માટે ત્રણ મહિનાનો વધુ સમય આપ્યો છે. જણાવી દઈએ કે આ વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના પોર્ટલ પર રજિસ્ટર્ડ પરપ્રાંતિય કે પ્રવાસી મજૂરોને રેશન કાર્ડ આપવા માટે વ્યાપક પ્રચાર કરવો જોઈએ જેથી તેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ લાભ મેળવી શકે.

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ અરજદાર અંજલિ ભારદ્વાજ, હર્ષ મંડેર અને જગદીપ છોકર દ્વારા દાખલ કરાયેલી અરજી પર આવ્યો હતો. આ લોકોએ માંગ કરી હતી NFSA હેઠળ રેશન ક્વોટાથી અલગ પ્રવાસી મજૂરોને રાશન આપવામાં આવે.

દરેક નાગરિકને યોજનાઓનો લાભ મળવો જોઈએ
આ માંગ પર સુપ્રીમ કોર્ટે 17 એપ્રિલે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ફક્ત આ આધાર પર પ્રવાસી મજૂરોને રેશન કાર્ડ આપવાની મનાઈ કરી શકે નહીં કે તેઓ NFSA હેઠળ વસ્તીનો ગુણોત્તર યોગ્ય રીતે જાળવવામાં આવ્યો નથી. કોર્ટે કહ્યું કે દરેક નાગરિકને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ.

3 મહિનાનો સમય આપીએ છીએ
આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કલ્યાણકારી યોજના રાજ્યના લોકો સુધી પંહોચે એ સરકારની ફરજ છે, અમે એમ નથી કહી રહ્યા કે સરકાર પોતાની ફરજ બજાવી રહી નથી અથવા નિષ્ફળ ગઈ છે. આમાં પણ કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી. તેમ છતાં માની લઈએ કે કેટલાક લોકોને છોડી દેવામાં આવ્યા છે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જોવું પડશે કે તેઓને રેશન કાર્ડ મળે .અમે સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 3 મહિનાનો સમય આપીએ છીએ કે તેઓ ગુમ થયેલા રાશન કાર્ડ જારી કરે અને સ્થળાંતર કરનારાઓને પોર્ટલ પર રજીસ્ટર કરે. આ કેસની આગામી સુનાવણી 3 ઓક્ટોબર 2024ના રોજ થશે.

નોંધનીય છે કે આ કેસની સુનાવણી જસ્ટિસ એમઆર શાહ અને અસનુદ્દીનની બેન્ચ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ