બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Supreme Court Justice MR Shah Flown To Delhi After Heart Attack

ઘટના / ગુજરાત HCના પૂર્વ જજ અને સુપ્રીમના જસ્ટિસ MR શાહને આવ્યો હાર્ટએટેક, એરલિફ્ટ કરીને દિલ્હી લવાયા

Hiralal

Last Updated: 04:54 PM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમના જસ્ટિસ અને ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ એમઆર શાહને હિમાચલમાં હાર્ટએટેક આવતા તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી ખસેડાયા હતા.

  • સુપ્રીમના જસ્ટિસ એમઆર શાહને હિમાચલમાં આવ્યો હાર્ટએટેક
  • અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બેચેન બન્યાં 
  • એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી ખસેડાયા
  • ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ ગૃ઼હમંત્રાલયે સાથે કરી વાત 

સુપ્રીમના જસ્ટિસ અને ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ એમઆર શાહને હિમાચલમાં બીમાર પડતા તેમને તાબડતોબ એર એમ્બુલન્સ દ્વારા દિલ્હી લઈ જવાયા હતા. હિમાચલમાં તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેચેન બન્યા હતા, તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસ એનવી રમન્ના આ ઘટનાને કારણે ચિંતિત બન્યા હતા અને તેમણે ગૃહમંત્રાલય સાથે વાત કરી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. 

સુપ્રીમ કોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંપર્કમાં

સુપ્રીમ કોર્ટ આ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંપર્કમાં છે. જસ્ટિસ એમ.આર.શાહના અંગત સચિવે એએનઆઈને જણાવ્યું હતું કે જસ્ટિસ શાહને છાતીમાં ખૂબ દુખાવો છે. તેમને એરલિફ્ટ કરીને દિલ્હી પહોંચાડવાની તૈયારી કરી લેવામાં આવી છે. તેની વધુ સારવાર દિલ્હીમાં કરવામાં આવશે.

1982માં વકીલ તરીકે નામિત થયા 
જસ્ટિસ એમ.આર.શાહે 19 જુલાઇના રોજ કહ્યું હતું કે, 1982 માં તેમને વકીલ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેઓ ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ, ક્રિમિનલ, કોન્સ્ટિટ્યુશનલ, ટેક્સેશન, લેબર, સર્વિસ અને કંપનીની બાબતોમાં પ્રેક્ટિસ કરતા હતા, તેમજ જમીન, બંધારણીય, શિક્ષણમાં નિષ્ણાત હતા.

ગુજરાત હાઈકોર્ટમાં રહી ચૂક્યા છે જજ 
શાહને 7 માર્ચ, 2004ના રોજ ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 22 જૂન, 2005ના રોજ તેમને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા August 12, 2018 . 2 નવેમ્બર 2018ના રોજ તેમને ભારતની સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. શાહ 15 મે, 2023 ના રોજ નિવૃત્ત થવાના છે.

દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

જસ્ટિસ એમઆર શાહને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમની તબિયત સારી હોવાનું જણાવાઈ રહ્યું છે. 

 

2023માં સુપ્રીમમાંથી નિવૃત થશે જસ્ટિસ શાહ
જસ્ટિસ શાહના કાર્યકાળને પૂર્ણ થવામાં હજુ એક વર્ષની વાર છે અને તેઓ  15 મે 2023ના રોજ નિવૃત્ત થશે. જસ્ટિસ શાહે 1982માં ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 7 માર્ચ, 2004ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં તેમને એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 22 જૂન, 2005ના રોજ તેમને અહીં સ્થાયી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 12 ઓગસ્ટ 2018ના રોજ તેમણે પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. 2 નવેમ્બર, 2018ના રોજ તેમને બઢતી આપવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ