બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Supreme Court Judge Who Heard Nupur Sharma Plea Slams "Personal Attacks

ન્યાયિક / નુપુર શર્માને આડે હાથ લેનાર સુપ્રીમના જસ્ટિસે હવે સોશિયલ મીડિયા યૂઝર્સને આપી ચેતવણી, જાણો શું કહ્યું

Hiralal

Last Updated: 09:02 PM, 3 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નુપુર શર્માને આડે હાથ લેનાર સુપ્રીમના જસ્ટિસ જેબી પારડીવાલાએ સ્પસ્ટ શબ્દોમાં કહ્યું કે કોર્ટની ટીકા સ્વીકાર્ય છે પરંતુ જજો પર અંગત હુમલા જરા પણ યોગ્ય નથી.

  • નુપૂર શર્મા પર ટીપ્પણી કરનાર જજ પારડીવાલાની સ્પસ્ટ વાત
  • કોર્ટની ટીકા સ્વીકાર પરંતુ જજો પર અંગત હુમલા ન કરી શકાય
  • નુપુર શર્માને આડે હાથ લેનાર પારડીવાલા પર સોશિયલ મીડિયા પર થયા હતા પ્રહાર
  • સોશિયલ મીડિયા યૂઝર્સની ટીકા પર ખફા થયા જજ 

ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની અરજીને ફગાવી દેનાર સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જેબી પારડીવાલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, જ્યારે કોઈ કેસને લઈને જજ પર વ્યક્તિગત રીતે હુમલો કરવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ભયાનક દૃશ્ય સર્જે છે. આ કારણે જજોએ વિચારવું પડે છે કે મીડિયા શું વિચારશે, જ્યારે ન્યાય શું વિચારે છે તે વધુ મહત્વનું છે.

સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂર 
જસ્ટિસ પારડીવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા બંધારણ હેઠળ કાયદાનું શાસન જાળવી રાખવા માટે દેશભરમાં ડિજિટલ અને સોશિયલ મીડિયાનું નિયમન કરવાની જરૂર છે. ન્યાયાધીશો પર તેમના નિર્ણયો માટેના હુમલાઓ એક ખતરનાક દૃશ્ય તરફ દોરી રહ્યા છે જ્યાં કાયદો ખરેખર શું કહે છે તેના કરતા જજોએ મીડિયા શું કહે છે તે વિચારવું પડતું હોય છે. 

ભારતમાં સોશિયલ મીડિયા ન્યાયિક અને બંધારણીય મુદ્દાઓનું રાજકારણ કરે છે
પારડીવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં સોશિયલ મીડિયા સંપૂર્ણ ન્યાયિક અને બંધારણીય મુદ્દાઓનું રાજકારણ કરે છે. ભારતીય લોકશાહીમાં કાયદાનું શાસન વિશેષ સ્થાન ધરાવે છે. તે જ સમયે, લોકોનો અભિપ્રાય આ કાનૂની શાસનને આધિન છે. અમે અધિકારોના રક્ષક છીએ અને અમારે લોકોને જણાવવું પડશે કે તેમને શું નથી ગમતું. કોર્ટના નિર્ણયો પર સામાન્ય લોકોના અભિપ્રાયની અસર પ્રતિબિંબિત કરી શકાતી નથી.

નુપૂર શર્મા વિરુદ્ધ ટીપ્પણી કરવા બદલ પારડીવાલા આવ્યાં હતા યૂઝર્સના નિશાન પર
ઉલ્લેખનીય છે કે સુપ્રીમના જસ્ટિસ પારડીવાલાએ ભાજપના પૂર્વ નેતાને દેશની હાલની ખરાબ સ્થિતિને લઈને જવાબદાર ઠેરવ્યાં હતા અને તેમણે કહ્યું હતું કે નુપૂર શર્માએ ટેલિવિઝન પર આવીને દેશની માફી માગવી જોઈએ. દેશમાં આજે જે પણ થઈ રહ્યું છે તેને માટે એકમાત્ર નુપૂર શર્મા જવાબદાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ