બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Support prices of crops like paddy, millet, jowar, ragi, maize announced

ગાંધીનગર / ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇ જેવા પાકોના ટેકાના ભાવ જાહેર, આ તારીખથી થશે ખરીદી, ઓનલાઈન અરજી માટેની જાણી લો પ્રક્રિયા

Vishal Khamar

Last Updated: 07:41 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકોનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડાંગર, બાજરી, જુવાર,રાગી અને મકાઇની ટેકાનાં ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટેકાનાં ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

  • રાજ્ય સરકાર ડાંગર, બાજરી, જુવાર, રાગી તેમજ મકાઈની ખરીદી કરશે
  • 1 લી નવેમ્બરથી રાજ્ય સરકાર ટેકાનાં ભાવે ખરીદી શરૂ કરશે
  • ખેડૂતો 1 થી 31 ઓક્ટોમ્બર દરમિયાન કરાવી શકશે નોંધણી

રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન ૨૦૨૩-ર૪માં રાજ્ય સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી  ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. આગામી તા. ૧લી નવેમ્બરથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 

ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે
કેન્દ્ર સરકાર દ્વારા કોમન ડાંગર માટે રૂ. ૨૧૮૩ પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. ૨૨૦૩ પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. ૨૦૯૦ પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ. ૨૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, હાઈબ્રીડ જુવાર માટે રૂ. ૩૧૮૦ પ્રતિ ક્વિન્ટલ, માલદંડી જુવાર માટે રૂ. ૩૨૨૫ પ્રતિ ક્વિન્ટલ અને રાગી માટે રૂ. ૩૮૪૬ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.

ગ્રામ્ય કક્ષાએ VCE મારફત પણ ઓનલાઈન નોંધણી કરી શકાશે
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોએ આગામી તા. ૧લી ઓક્ટોબરથી ૩૧મી ઓક્ટોબર દરમિયાન ફરજીયાત ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ VCE મારફત પણ ઓનલાઈન નોંધણી કરી શકાશે. આ નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨, ૮-અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત સહિતના સાધનિક પુરાવાઓની નકલ સાથે અરજી કરવાની રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ