બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Suomo by Gujarat High Court on increasing ragging menace in colleges

સુઓમોટો / કોલેજોમાં વધતા રેગિંગના ખતરાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો, શિક્ષણ વિભાગને નોટિસ પાઠવી આ તારીખ સુધીમાં માંગ્યો જવાબ

Kishor

Last Updated: 09:34 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની કોલેજોમાં વધતા જતી રેગિંગની ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરી 20 જાન્યુઆરી સુધીમાં પ્રત્યુતર માંગ્યો છે. આ મામલે શિક્ષણ વિભાગને નોટિસ પણ અપાઈ છે.

  • રાજ્યમાં મેડિકલ અને અન્ય કોલેજોમાં રેગિંગનો મામલો
  • રેગિંગના ખતરાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો
  • હાઈકોર્ટે રાજ્યના શિક્ષણ વિભાગને પાઠવી નોટિસ

રાજ્યમાં મેડિકલ અને અન્ય કોલેજોમાં રેગિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે રેગિંગના ખતરાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો અરજી દાખલ કરાઈ છે. હાઈકોર્ટે રાજ્યના શિક્ષણ વિભાગને નોટિસ પાઠવી 20 જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવને નોટિસ પાઠવી છે.

HCએ અધિક મુખ્ય સચિવ પાસે 20 જાન્યુઆરી સુધીમાં માગ્યો જવાબ

મહત્વનું છે કે 2 સપ્તાહ પહેલા અમદાવાદની કોલેજમાં રેગિંગની ઘટના સામેં આવી હતી.અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ થયેલી રેગીંગની ઘટના બાદ હાઇકોર્ટે શિક્ષણ વિભાગને નોટિસ પાઠવી છે. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચે હાઈકોર્ટના એક સિટિંગ જજના પત્ર બાદ સંજ્ઞાન લીધું છે.

2 સપ્તાહ પહેલા અમદાવાદની કોલેજથી રેગિંગની ઘટના સામે આવી હતી 

ગત ડિસેમ્બર માસમાં એટલે કે 2 સપ્તાહ પહેલા  બી.જે. મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ત્રીજા વર્ષના સીનિયર રેસિડેન્સ ડોક્ટરો અને પીજી સ્ટુડન્ટ્સ સામે કરાયેલી રેગિંગની ફરિયાદ કરી હતી. આ મુદ્દે કોલેજની એન્ટિ રેગિંગ કમિટી નીમવામાં આવી હતી.જેમાં કમિટાએ આ મુદ્દે ત્રણથી ચાર સુધી સુનવણી હાથ ધરી હતી. ત્યારબાદ નિવેદનો લેવાયા હતા જેની તપાસ બાદ રેગિંગ કરનાર રેસિડેન્ટ ડોક્ટર 3 ડોક્ટરને સસ્પેન્ડ કરી દિધા હતા. જેમાં 2 ડોક્ટરને 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ