બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / suniel shetty shares update on daughter athiya shetty kl rahul wedding

મનોરંજન / અથિયા અને કે.એલ રાહુલ કરશે લગ્ન? પિતા સુનીલ શેટ્ટીએ આપ્યો મોટો અપડેટ

Vaidehi

Last Updated: 11:44 AM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ સુનીલ શેટ્ટી પોતાની અપકમિંગ સીરીઝ ધારાવી બેંકને લઇને ખુબ ચર્ચામાં છે. ઇન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ પોતાની દીકરી અથિયા અને કેએલ રાહુલનાં લગ્નની પર વાત કરી. સુનીલ શેટ્ટીએ અથિયા અને કેએલ રાહુલનાં લગ્ન ક્યારે થશે તેની માહિતી આપી.

  • કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી કરશે લગ્ન
  • સુનીલ શેટ્ટીએ આપી માહિતી
  • ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યું રિએક્શન

કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીની વેડિંગની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકો માટે ગુડ ન્યૂઝ છે. અથિયા અને કેએલ રાહુલ ટૂંક સમયમાં જ લગ્નનાં બંધનમાં બંધાવાના છે. આ માહિતી કોઇ બીજાએ નહીં પરંતુ અથિયાના પિતા સુનીલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યૂમાં આપી છે. 

સુનીલ શેટ્ટીએ આપ્યુ રિએક્શન
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે  રાહુલ અને અથિયા ક્યારે લગ્ન કરવાનાં છે ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું કે 'ટૂંક સમયમાં'. એટલે કે સુનીલ શેટ્ટીએ કન્ફર્મ કર્યું છે કે આ લવ બર્ડસ્ રાહુલ અને અથિયા થોડાં જ સમયમાં લગ્ન કરવાનાં છે. 

આ પહેલા પર સુનીલ શેટ્ટીએ આ મુદે કરી હતી વાત
આ પહેલી ઘટના નથી કે જ્યાં સુનીલ શેટ્ટીએ અથિયા અને કેએલ રાહુલનાં લગ્ન અંગે વાત કરી હોય. આ પહેલાં પણ વર્ષની શરૂઆતમાં તેમણે બંનેના લગ્નની વાત પર રિએક્શન આપ્યું હતું. આ વિષે જ્યારે સુનીલ શેટ્ટીને પૂછવામાં આવ્યું  હતું ત્યારે તેમણે કહ્યું કે મને લાગે છે કે જ્યારે બાળકો નક્કી કરશે ત્યારે કરશું.  એશિયા કપ, વર્લ્ડ કપ, ઑસ્ટ્રેલિયા ટૂર વગેરેમાંથી બાળકોને જ્યારે સમય મળે ત્યારે.. એક દિવસમાં લગ્ન ન થઇ શકે. લગ્ન ત્યારે થશે જ્યારે બાળકો બ્રેક લેશે.

2021માં થયું હતું ઓફિશિયલ
અથિયા શેટ્ટી અને કેએલ રાહુલએ 2021માં તડપની સ્ક્રીનિંગ દરમિયાન પોતાના સંબંધને ઓફિશિયલ કર્યુ હતું. ભાઇ અહાન શેટ્ટીની પહેલી ફિલ્મ તડપનાં પ્રીમિયરમાં અથિયાએ કેએલ રાહુલની સાથે એન્ટ્રી લીધી હતી. પ્રીમિયર પર બંનેને સાથે જોઇને લોકોને ખબર પડી ગઇ કે બંને રિલેશનમાં છે. ત્યારબાદ ઘણીવાર તેમના લગ્નની ખબરો ઊડવા લાગી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ