બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Sundar Pichai says Google to Layoffs more Employees Layoffs 2023

નોકરીઓ પર મંડરાતું સંકટ! / માઇક્રોસોફ્ટ, એમેઝોન બાદ હવે Google છટણીની તૈયારીમાં! CEOએ આપ્યા ચોંકાવનારા સંકેત

Manisha Jogi

Last Updated: 02:48 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક મહિનાઓમાં માઈક્રોસોફ્ટ, એમેઝોન, ટ્વિટર જેવી અનેક કંપનીઓએ છટણીઓ કરી છે. ગૂગલ પણ ટૂંક સમયમાં કર્મચારીઓની છટણી કરી શકે છે.

  • વર્ષ 2022માં અનેક કર્મચારીઓએ કરી છટણી. 
  • વર્ષ 2023માં પણ છટણી.
  • ગૂગલ ટૂંક સમયમાં કર્મચારીઓની છટણી કરી શકે છે.

વર્ષ 2022માં ટેક કંપનીઓએ છટણી કરવાની શરૂઆત કરી હતી. વર્ષ 2023માં પણ છટણી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં માઈક્રોસોફ્ટ, એમેઝોન, ટ્વિટર જેવી અનેક કંપનીઓએ છટણીઓ કરી છે. આ કારણોર સમગ્ર વિશ્વના કર્મચારીઓ પર તેની અસર થઈ છે. આ લિસ્ટમાં ગૂગલનું નામ પણ શામેલ છે. ગૂગલ પણ ટૂંક સમયમાં કર્મચારીઓની છટણી કરી શકે છે. ગૂગલના કર્મચારી સુંદર પિચાઈએ સ્ટ્રીટ જર્નલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, કંપની પોતાના કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપનીએ હજુ ઘણું કામ કરવાનું છે. કાર્યની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને લોકોની પસંદગી કરવામાં આવશે. 

આવનારા સમયમાં ગૂગલમાં છટણી થઈ શકે છે
સુંદર પિચાઈ જણાવે છે કે, આવનારા સમયમાં ગૂગલ વધુ કર્મચારીઓની છટણી કરી શકે છે. ગૂગલના કામકાજને વધુ સ્પષ્ટ કરવા અને કુશળ બનાવવા માંગીએ છીએ. આ કારણોસર દરરોજ સારું કામ કરવામાં આવે તેવી કોશિશ કરવામાં આવી રહી છે. કંપની પોતાના ખર્ચ અને કમાણીના હિસાબથી રીસ્ટ્રક્ચર કરવા માટેની કોશિશ કરી રહી છે. જેનાથી કામ પર અસર નહીં થાય, કામ બંધ થશે નહીં અને ખર્ચામાં પણ ઘટાડો થશે. 

ગૂગલનું AI પર ધ્યાન
ગૂગલ AI કેન્દ્રીય કાર્યક્રમ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજેન્સની વાત કરવામાં આવે તો સતત AI પર કામ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ કાર્યોમાં AIનો ઉપયોગ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ક્ષેત્રે અનેક કાર્યો કરવાના બાકી છે. કેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવશે તે અંગે સુંદર પિચાઈએ સ્પષ્ટપણે જણાવ્યું નથી. આ પ્રકારે વાતચીત કરીને સુંદર પિચાઈએ છટણી કરવાની હિંટ આપી છે. છેલ્લા ઘણા દિવસોથી ગૂગલ ખર્ચા ઓછા કરવા માટે પ્લાન કરી રહ્યું છે. આ કારણોસર હવે ગૂગલમાં છટણી થઈ હોવાના સમાચાર પણ મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ