બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / વિશ્વ / Sundar Pichai hints at more job cuts at Google

હેં હજુ પણ / ગૂગલના કર્મચારીઓમાં ફેલાયો મોટો ડર, હવે શું થશે? CEO સુંદર પિચાઈના એક સંકેતથી મચી હલચલ

Hiralal

Last Updated: 03:07 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12,000 કર્મચારીઓને છૂટા કર્યાં બાદ ગૂગલે ફરી વાર કર્મચારીઓના છટણીનો પ્લાન તૈયાર કર્યો છે તેવું તેના સીઈઓ સુંદર પિચાઈની વાત પરથી જાણવા મળ્યું છે.

  • ગૂગલમાં છટણીનો બીજા રાઉન્ડ શરુ થશે
  • CEO સુંદર પિચાઈના એક સંકેતથી મચી હલચલ 
  • પિચાઈએ કહ્યું કે  ટૂંક સમયમાં જ લે-ઓફનો બીજો રાઉન્ડ

મોટી ટેક કંપનીઓના કર્મચારીઓની છટણીની પ્રક્રિયા અટકે તેમ લાગતું નથી. હવે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ સંકેત આપ્યા છે કે કંપનીમાં ટૂંક સમયમાં જ લે-ઓફનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં ગૂગલે કુલ 12,000 કર્મચારીઓ (લગભગ 6 ટકા સ્ટાફ)ની છટણી કરી છે અને ફરી એકવાર કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે. 

શું બોલ્યાં સુંદર પિચાઈ 
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટબોટ બારડ અને જીમેલથી લઈને ગૂગલ ડોક્સ અને અન્ય પ્રોજેક્ટ્સ સુધીના ક્ષેત્રોમાં કામ કરવાની ગૂગલની ક્ષમતા વિશે પૂછવામાં આવતા પિચાઈએ કહ્યું: "અમે જે તકોનો સામનો કર્યો છે તેના પર અમે સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને મને લાગે છે કે હજી ઘણું કામ કરવાનું બાકી છે. કંપનીમાં ટૂંક સમયમાં જ લે-ઓફનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

જાન્યુઆરી 2023માં ગૂગલે 12 હજાર કર્મચારીઓને છૂટા કર્યાં હતા 
વર્ષની શરૂઆતમાં ગૂગલે લગભગ 12,000 કર્મચારીઓની છટણી કરી હતી. ઘણા મહિનાઓથી આને લગતી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ ઘણા કર્મચારીઓ માટે આ નિર્ણય ઘણો કપરો હતો. 

ભારતમાં પણ 500 જેટલા કર્મચારીઓએ ગૂગલમાંથી ગુમાવી હતી નોકરી 
માત્ર અમેરિકા જ નહીં, ગૂગલના ઘણા કર્મચારીઓએ દુનિયાના અલગ-અલગ દેશોમાં નોકરી ગુમાવી છે. ફેબ્રુઆરીમાં ખુલાસો થયો હતો કે કંપનીએ ભારતમાં અલગ અલગ વિભાગોના લગભગ 450 કર્મચારીઓને છૂટા કર્યા છે. 

છટણીના બીજા રાઉન્ડમાં કેટલા લોકોની નોકરી જશે 
કંપનીએ લીધેલા આ મોટા નિર્ણયમાં આ વખતે કેટલા કર્મચારીઓ નોકરી ગુમાવે છે અને ગૂગલના કર્મચારીઓ કયા હોદ્દા પર કામ કરી રહ્યા છે તે જોવું રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ