બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Sun and Saturn will face each other at 180 degrees causing problems for people of many zodiac signs

તમારા કામનું / 180 ડિગ્રી પર સામસામે આવશે સૂર્ય અને શનિ : આ રાશિના જાતકો માટે શરૂ થઈ ગયો કપરો સમય

Kishor

Last Updated: 07:51 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય અને શનિ એકબીજાની સામ-સામેની સ્થિત બિરાજમાન છે અને 180 ડિગ્રી પર એકબીજાની વિરુદ્ધ સ્થિતમાં છે. જેથી ઘણી રાશિમા ઉતારચઢાવ દેખાશે.

  • સૂર્ય અને શનિ એકબીજાની સામ-સામેની સ્થિત બિરાજમાન
  • શનિ કુંભ રાશિમાં અને સૂર્ય સિંહ રાશિમાં બેઠા
  • કેટલીક રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની આમને સામનીની હાજરી ઘણી રાશિના લોકો પર શુભ તો ઘણા લોકોની રાશિ પર અશુભ પ્રભાવ પાડે છે. અત્યારની સ્થિતીની વાત કરવામાં આવે તો શનિ કુંભ રાશિમાં અને સૂર્ય સિંહ રાશિમાં બેઠા છે.  ત્યારે આ સ્થિતિમાં, સૂર્ય અને શનિ એકબીજાની સામ-સામેની સ્થિત બિરાજમાન છે અને 180 ડિગ્રી પર એકબીજાની વિરુદ્ધ સ્થિતમાં છે. શાસ્ત્રો મુજબ સૂર્ય અને શનિ પિતા-પુત્ર છે. આમ છતાં આ બંને ગ્રહો વચ્ચે દુશ્મનીનો ભાવ છે.

સૂર્ય અને શનિ આ રીતે કરે છે સંબંધો પર અસર, જાણો તેમને શાંત કરવાના ખાસ ઉપાયો  | shani and surya can destroy your relationship know useful solution

જ્યોતિષીઓ અનુસાર દેવગુરુ બૃહસ્પતિની આ સમયે પાંચમી દ્રષ્ટી સૂર્ય પર પડી રહી છે. આ સંયોગ લગભગ 30 વર્ષબની રહ્યો છે.  ત્યારે કેટલીક રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે.. જ્યારે  કેટલીક રાશિના જાતકોએ આર્થિક સ્થિતિને લઈને ખાસ ધ્યાન રાખવું પડશે. આવો જાણીએ આ રાશિના લોકો વિશે.

વૃષભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને શનિ સામસામે આવવાના કારણે વૃષભ રાશિના લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ મચવાની છે. જેથી તોએ સતર્ક રહેવુ ખાસ જરૂરી છે. ઓફિસમાં કલીગ આ સમયે તમારા કામનો લાભ લઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારી સામે ફરિયાદ કરી શકે છે.  આ સમયે તમારે તમારા ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખવો પડશે. આ સમયે પ્રેમ લગ્નમાં બાધા આવી શકે છે.

સિંહ
પિતા અને પુત્ર સામસામે આવવાથી સિંહ રાશિના લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓને આમંત્રણ મળી રહ્યું છે. તમારા  જીવનસાથીના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. જેથી તમારા જીવનસાથીનું ધ્યાન રાખવું જોઇએ. વધુમાં તમારા જીવનસાથી સાથે કોઈપણ પ્રકારનો મતભેદ થઈ શકે છે. ધંધાકીય બાબતોમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા 100 વખત વિચારવું નહીં તો નુકસાની થઈ શકે છે.

ભોજનથી પણ બદલાઈ શકે છે ગ્રહોની ચાલ, જાણો કુંડળીમાં શુભતાને વધારવાના ઉપાય |  astrology planets transit motion can be change by food know remedies upay

કન્યા 
કન્યા રાશિના લોકોને પણ પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોએ ખાસ કરીને પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડશે. ચિંતાથી દુર રહેવું અને કારણ વગર ગુસ્સો ન કરવો નહીં તો નુકસાન થશે...

તુલા
સૂર્ય અને શનિની આ સ્થિતિને કારણે તુલા રાશિના લોકો પર ખરાબ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને તેમના પ્રેમ જીવન અને દાંપત્ય જીવનમાં  ઘણી બધી મુશ્કેલીઓ આવશે.. પ્રેમસંબંધ તુટી પણ શકે છે.. જેથી આ બાબતે ખુબ જ સાવચેત રહેવું...  નોકરી કરતા લોકોને નુકસાન થવાની સંભાવના છે..

મકર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના લોકોએ આ સમયે ખુબ જ  સાવધાન રહેવાનું જરૂર છે.. નાણાંકીય અને પારિવારિક સમસ્યાઓ તમારા જીવનમાં આવી શકે છે.. તમારા સ્વાસ્થ્ય અને ખાવા-પીવાનું ખુબ જ ધ્યાન રાખવું.. નહીં તો  સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ