બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Sukhdev Singh gogamedi muder 7 accused sent to jail till 2 january by NIA Court

જયપુર / ગોગામેડી હત્યાકાંડને લઈને મોટી ખબર, સાત આરોપીઓના દુખના દિવસો શરુ, કોર્ટે આપ્યો આદેશ

Vaidehi

Last Updated: 10:33 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડમાં સામેલ 7 આરોપીઓને NIA કોર્ટે જેલ ભેગા કરી દીધાં છે. NIAએ સાત આરોપીઓને લોખંડી બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યાં હતા જ્યાં કોર્ટે તેમને જેલમાં મોકલી દેવાનો ઓર્ડર કર્યો હતો.

  • ગોગામેડી હત્યાકાંડમાં મોટી ખબર
  • 7 આરોપીઓ જેલ ભેગા
  • આ 7 આરોપીઓએ હત્યાકાંડને આપ્યો હતો અંજામ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ મામલામાં NIAએ 7 આરોપીઓને NIA કોર્ટમાં રજૂ કર્યાં. આ બાદ રાજસ્થાનના જયપુરમાં ચકચારી સુખદેવસિંહ ગોગામેડી મર્ડરકાંડના 7 આરોપીઓને એનઆઈએ કોર્ટે જેલ ભેગા કરી દીધા છે. આરોપીઓના હવે દુખના દિવસો શરુ થયાં છે. કોર્ટે આરોપીઓને જરા પણ રાહત આપવાના મૂડમાં નથી. આ કેસની તપાસ કરી રહેલી એનઆઈએ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા અને કોર્ટે સીધા જ જેલમાં મોકલી દેવાનો ઓર્ડર આપ્યો હતો. 

મુખ્ય આરોપીને હાથકડી પહેરાવી લાવવામાં આવ્યો
સાત આરોપીઓને NIA દ્વારા કડક સુરક્ષા વચ્ચે બે અલગ-અલગ વાહનોમાં કોર્ટ પરિસરમાં લાવવામાં આવ્યા હતા. પ્રથમ વાહનમાં ચાર આરોપીઓ અને બીજા વાહનમાં બંને મુખ્ય આરોપીઓ સાથે અન્ય એક આરોપીને લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓને સુરક્ષાના કારણોસર હાથકડી પહેરાવવામાં આવી હતી.  

સુનાવણી દરમિયાન દરેક ખૂણે પોલીસ
આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પહેલા જ પોલીસની વિશેષ ટુકડીએ કોર્ટ પરિસરનો કબજો મેળવી લીધો હતો. વિશેષ ટુકડીના સશસ્ત્ર સૈનિકો હાજર થવાના લગભગ એક કલાક પહેલા કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા અને ચાર્જ સંભાળ્યો હતો. તે જ સમયે, સુનાવણી દરમિયાન, કોર્ટ રૂમની બહારથી કોઈ વ્યક્તિને બીજી બાજુ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેના કારણે અન્ય કોર્ટમાં આવતા પક્ષકારો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

કન્હૈયાલાલ હત્યામાં વકીલોએ આરોપીઓને માર માર્યો હતો 
નોંધનીય છે કે અગાઉ ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા બે મુખ્ય આરોપીઓને કોર્ટમાં હાજર થવા દરમિયાન વકીલોએ ભારે માર માર્યો હતો. જેના કારણે પોલીસની સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા છે. આમાંથી બોધપાઠ લઈને પોલીસ અને NIAએ સુનાવણી દરમિયાન ખાસ તકેદારી રાખી હતી અને સશસ્ત્ર સૈનિકો અને સાદા વસ્ત્રોમાં પોલીસકર્મીઓને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા. 

7 આરોપીઓ જેલ ભેગા

ગોગામેડી હત્યાકાંડમાં કુલ 8 આરોપીઓ છે જે ઝડપાઈ ગયાં છે. જોકે હત્યાકાંડને અંજામ આપનારા માસ્ટર માઈન્ડ ધરપકડથી દૂર છે. પકડાયેલા 7 આરોપીમાં રામવીર, શૂટર રોહિત, નીતિન, પૂજા સહિતના બીજા કેટલાક આરોપીઓ સામેલ છે. આ આરોપીઓએ હત્યાકાંડમાં અલગ અલગ ભૂમિકાઓ ભજવી હતી. 

5 ડિસેમ્બરે જયપુરમા થઈ હતી ગોગામેડીની હત્યા 
5 ડિસેમ્બરના રોજ રાજ્યની રાજધાની જયપુરના શ્યામ નગરમાં સ્થિત શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસ રેકોર્ડ મુજબ, 5 ડિસેમ્બરે કેટલાક લોકો સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને તેના ઘરે આવ્યા હતા. ગોગામેડી સાથે ચાની ચૂસકી લીધા બાદ સુરક્ષાકર્મીઓ તેમને અંદર લઈ ગયા ત્યારે તેણે ગોળીબાર કર્યો હતો. અંધાધૂંધ ગોળીબારમાં સુખદેવ સિંહ ગોગામેડીનું મોત થયું હતું. સુખદેવ સાથે નવીન શેખાવત પણ ગોળીબારમાં માર્યો ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ