બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Suicide of a teacher in Dadiapada, Bharuch, police conducted further investigation

આપઘાત / એવી તો કઈ મજબૂરી? ભરૂચમાં શિક્ષકે આત્મહત્યા કરી લેતા હડકંપ, પંખે લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ

Vishnu

Last Updated: 05:15 PM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષકે નશાની હાલતમાં જીવન ટૂંકાવ્યું હોવાની શંકા. ઝઘડીયા પોલીસ તપાસમાં જોતરાઈ છે.

  • ભરૂચના ડેડીયાપાડામાં શિક્ષકનો આપઘાત
  • નશાની હાલતમાં જીવન ટૂંકાવ્યું હોવાની શંકા
  • નવાગામ પાનુડાની ઘટના

ગુજરાતમાં એકાએક આપઘાતના કિસ્સાઑ વધી રહ્યા છે કોઈ નદીમાં ઝપલાવી જીવન ટુકાવી રહ્યું છે. તો કોઈ ઝેરી દવા ગટગટાવી દુનિયાને છોડી રહ્યું છે. ક્યાંક ઘર કંકાસ મુખ્ય કારણ છે તો ક્યાંક આર્થિક ભીંસને કારણે આપઘાતની ઘટનાઓ બની રહી છે.આવું જ કઈક બન્યું છે ભરૂચના ડેડીયાપાડામાં, 40 વર્ષીય શિક્ષક ધર્મેશ રંગુભાઈ ગાવિતે પંખે લટકી ગળે ફાસો દઈ આપઘાત કરી લેતા એરેરાટી વ્યાપી છે.

નશાની હાલતમાં જીવન ટૂંકાવ્યુ હોવાની શંકા
આત્મહત્યા આ શબ્દમાં જ હત્યા છે, અને એ પણ જો જ્ઞાન આપનાર શિક્ષક જ પોતાની જાતને મોતના ફાંસા પર લટકાવી દે તો આનાથી કરુંણ અંજામ બીજો કઈ નથી. 
ભરૂચના ડેડીયાપાડામાં આવેલા નવાગામ પાનુડા ગામના 40 વર્ષીય ધર્મેશ રંગુભાઈ ગાવિત નામના શિક્ષકે આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ગાદલાંના ઓસાળ જેવી વસ્તુ પંખે લટકાવી, ખુરશી પર ચડી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શિક્ષકે નશાની હાલતમાં આ પગલું ભર્યું છે. 

ઝઘડીયા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
શિક્ષકે આપઘાત કર્યાની જાણ પોલીસને થતાં ઝઘડીયા પોલીસ સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે તપાસ અર્થે જોતરાયો છે. હાલ આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી કે કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી હોય તેવો ઉલ્લેખ નથી. શિક્ષકે ઘરકંકાસ, આર્થીક ભીંસ કે અન્ય કોઈ કારણ સર આપઘાત કર્યો છે કે કેમ તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. મૃતક શિક્ષકે નશાની હાલતમાં પોતાનો જીવ ટુકાવ્યો હોવાની માહિતીથી હાલ તો ગ્રામ્ય પંથકમાં અનેક ચર્ચાઑ થઈ રહી છે. પોલીસ આસપાસ લોકો તેમજ શિક્ષક સ્ટાફ અને મિત્ર વર્તુળમાં પણ પૂછપરછ કરી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ