બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Suddenly, heavy police force was deployed in front of Shahrukh Khan's bungalow Mannat: The whole controversy is about online gaming.

મનોરંજન / અચાનક જ શાહરુખ ખાનના બંગલા મન્નત સામે ભારે પોલીસ ફોર્સ તૈનાત : ઓનલાઈન ગેમિંગનો છે સમગ્ર વિવાદ

Megha

Last Updated: 11:12 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan Bungalow Mannat : શાહરૂખ ખાનના ઘરની બહાર કેટલાક લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા. મામલાની ગંભીરતાને જોતા પોલીસે મન્નતની બહાર સુરક્ષા વધારી દીધી છે.

  • શાહરૂખ ખાનના ઘરની બહાર લોકો વિરોધ કરવા પંહોચ્યા હતા 
  • શાહરૂખના ઘર 'મન્નત'ની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી 
  • 'ઓનલાઈન જુગાર'ને પ્રોત્સાહન આપવા માટે લોકો કરે છે વિરોધ 

બોલીવુડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનને મોટા પડદા પર જોવા માટે લાખો ચાહકો રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 'જવાન'થી શાહરૂખ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર એક્શન કરવા જઈ રહ્યો છે. પણ આ દરમિયાન કેટલાક લોકો મન્નતની બહાર વિરોધ કરવા આવ્યા હતા, જેમને મુંબઈ પોલીસે અટકાવ્યા હતા. આખરે શાહરૂખને લઈને લોકોમાં શું ગુસ્સો આવ્યો અને શા માટે તેના ઘરની બહાર વિરોધ થઈ રહ્યો છે, ચાલો જાણીએ.

શાહરૂખના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી 
વાત એમ છે કે ઓનલાઈન ગેમિંગ એપ્સ અને જુગારને પ્રમોટ કરવા બદલ કેટલાક લોકો શાહરૂખ ખાનથી નારાજ છે. તેમનું કહેવું છે કે આવી વાતોનો પ્રચાર કરીને યુવા પેઢીને ખોટો સંદેશ જાય છે. એટલા માટે કેટલાક લોકોએ શાહરૂખ ખાનના ઘર (મન્નત)ની બહાર વિરોધ કરવાનો પ્રયાસ કર્યો. આ કારણે મુંબઈ પોલિસે 'મન્નત'ની બહાર સુરક્ષા વધારી દીધી છે.

શનિવારે બપોરે એક ખાનગી સંસ્થા અનટચ યુથ ફાઉન્ડેશને શાહરૂખ ખાન પર 'ઓનલાઈન જુગાર'ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા તેના વિરુદ્ધ વિરોધની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા અને અન્ય મેસેજિંગ એપ દ્વારા આ મેસેજ ફેલાઈ ગયો હતો કે ઓનલાઈન જુગાર એપ જેવા કે જંગલી રમી, ઝુપ્પી એપનો પ્રચાર કરવાની સામે શાહરૂખના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 

શાહરૂખ ખાનના ઘરની બહાર લોકો વિરોધ કરવા પંહોચ્યા હતા 
શનિવારે લોકો અનટચ ઈન્ડિયા ફાઉન્ડેશન વતી વિરોધ કરવા શાહરૂખ ખાનના ઘરની બહાર પહોંચવાના હતા પરંતુ પોલીસે બંદોબસ્ત વધારી દીધો અને તમામને અટકાયતમાં લીધા અને બાંદ્રા પોલીસ સ્ટેશન લઈ ગયા. આ વિરોધ અનટચ ઈન્ડિયા ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થાના પ્રમુખ કૃષ્ણચંદ્ર અડાલના નેતૃત્વમાં થઈ રહ્યો હતો. 

લોકો શાહરૂખ જેવા મોટા સ્ટારની વાતો સાંભળે
કૃષ્ણચંદ્ર અદલે કહ્યું કે લોકો શાહરૂખ જેવા મોટા સ્ટારની વાતો સાંભળે છે અને તેઓ જુગારની ઘણી એપનો પ્રચાર કરે છે, જેની યુવા પેઢી પર ખોટી અસર પડે છે. એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે આવી જુગારની એપનો પ્રચાર ન કરો, નહીં તો અમારે વારંવાર વિરોધ કરવો પડશે. અદલે સાથે મે પણ કહ્યું કે જો પોલીસ નાના બાળકોને જુગાર રમતા જુએ છે તો તેઓ તેમની ધરપકડ કરે છે, જ્યારે આ મોટા સ્ટાર્સ એ જાણે છે કે આ બધુ ખોટું છે એમ છતાં આ બાબતોને પ્રોત્સાહન આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ