બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Such safety in dynamic Gujarat? Rape of 7-year-old innocent in Ahmedabad, murder in Botad, fatal mob attack in Valsad

ક્રાઈમ / ગતિશીલ ગુજરાતમાં આવી સલામતી? અમદાવાદમાં 7 વર્ષની માસૂમનો બળાત્કાર, બોટાદમાં મર્ડર, વલસાડમાં ટોળાંનો જીવલેણ હુમલો

Vishal Khamar

Last Updated: 12:21 AM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હત્યા, જીવલેણ હુમલો અને દુષ્કર્મના કેસોમાં સામે આવતા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળતી હાલતમાં છે. ત્યારે બોટાદમાં યુવકની હત્યા જ્યારે વલસાડમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • રાજ્યમાં હત્યા, હુમલો અને દુષ્કર્મનો બનાવ
  • બનાવને પગલે પ્રશાસન સામે ઉઠ્યા સવાલ
  • બોટાદમાં યુવકની હત્યાનો બનાવ

પૈસાની લેતીદેતી મામલે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ
બોટાદનાં શીરવાણીયા ગામે કેટલાક શખ્શો દ્વારા યુવકની હત્યા કરી દેતા ચકચાક મચી જવા પામી હતો. ત્યારે અલ્પેશ વીરજા નામનાં યુવાનની હત્યા થઈ હતી. પૈસાની લેતીદેતી મામલે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ છે. યુવાનને તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરાઈ હતી. ઘટનાની જાણ પાળીયાદ પોલીસને થતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતક યુવાનનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. 

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
વાપીના હાઉસિંગ સોસાયટીમાં રહેતા યુવક પર કેટલાક લોકો દ્વારા હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનાં સીસીટીવી પણ વાયરલ થયા હતા. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ચાર શખ્શો દ્વારા યુવકને ઢોર માર માર્યો છે. જૂની અદાવતમાં યુવકને માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે આ સમગ્ર મામલે વાપી પોલીસે સીસીટીવીનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

બાળકી પર દુષ્કર્મ આચરી કરી હત્યા

અમદાવાદના વટવામાં 7 વર્ષની બાળકીની દુષ્કર્મ કર્યા બાદ હત્યા કર્યાની ઘટના સામે આવી છે.. આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.  7 વર્ષની બાળકી પર પાડોશમાં જ રહેતા 40 વર્ષીય ઉમાશંકર શાહ નામના નરાધમે દુષ્કર્મ આચરતા લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. બાળકી પાડોશમાં રમવા ગઈ ત્યારે નરાધમે 3 કલાક સુધી બાળકીને ગોંધી રાખી હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ દુષ્કર્મ બાદ ગળું દબાવી બાળકની હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થતા આરોપીને માર માર્યો હતો જેને લઈ આરોપીને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.. વટવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ