બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Such is your education.! Ghoran 8th student didn't know where Gujarat is on India map, IAS officer taught Gujarat

વાહ રે સરકાર.! / આવું તમારું શિક્ષણ.! ઘોરણ 8ના વિદ્યાર્થીને ભારતના નકશામાં ગુજરાત ક્યાં એ ખબર ન હતી, IAS અધિકારીએ જ છતું કર્યું ગુજરાતનું શિક્ષણ

Vishal Khamar

Last Updated: 11:46 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં છોટાઉદેપુરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. ત્યારે છોટાઉદેપુર જીલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. તેવો પત્ર સોશિયલ મીડીયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

  • છોટાઉદેપુરની શાળાઓમાં પ્રવેશોત્સવ દરમ્યાન શિક્ષણનું સ્તર કથળ્યું
  • કમિશ્નરે પ્રાથમિક શિક્ષણ સચિવને લખેલ પત્ર થયો વાયરલ
  • 6 માંથી 5 શાળાઓમાં શિક્ષણનું સ્તર નિમ્ન કક્ષાનું જોવા મળ્યું 

આ બાબતે કમિશ્નર ર્ડા. ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખીને જણાવ્યું હતું કે, તમામ શાળાઓની ભૌતિક સગવડો અને શિક્ષકોની સંખ્યા સંતોષકારક હતી. તેમજ ચિંતાજનક બાબતએ હતી કે દરેક શાળામાં ધો. 2 થી  8 માં અભ્યાસ કરતા બાળકોની વાર્ષિક કસોટીનાં પ્રશ્નપત્ર અને બાળકને તેમાંથી પૂછેલ પ્રશ્નોત્તરી બાદ હું પોતે આશ્ચર્યમાં મુકાઈ જવા પામ્યો હતો.


વિદ્યાર્થીઓનો જવાબ સાંભળીને મારા હ્રદયનાં પાટીયા બેસી ગયાઃ કમિશ્નર
સૌ પ્રથમ કમિશ્નર ર્ડા. ધવલ પટેલે  ટીમલા પ્રાથમિક શાળા, તા. જી. છોટાઉદેપુરનાં પોતાનાં અનુભવને વ્યક્ત કર્યો હતો.  જેમાં તેઓએ જણાવ્યું હતું કે,  શિક્ષણનું સ્તર અત્યંત નિમ્નકોટીનું હતું. તેમજ એક આંકડાનાં સરવાળા પણ  ધો. 8 નાં વિદ્યાર્થીઓ વેઢાથી કરતા હતા. અને તે પણ જરૂરી નહી કે સરવાળા સાચા હોય. વધુમાં તેઓએ પત્રમાં જણાવ્યું છે કે (20-2)2 = (20+2) (20-2)=400-40-40+4=324 લખેલું હતું. ત્યારે જાદુઈ રીતે +4 ની જગ્યાએ -4 લખવા છતાં પણ જવાબ સાચો આવતો હતો. જ્યારે ગણિત ભણાવતા શિક્ષકને પૂછ્યું ત્યારે તેઓએ પણ વિદ્વત્તાપૂર્ણ જવાબ આપ્યો કે છોકરાઓની ગણતરીમાં ભૂલ છે. 4 બાદ કરે તો 316 આવવા જોઈતા હતા. જે સાંભળીને મારા હ્રદયનાં પાટીયા બેસી ગયાં.


શિક્ષકો ઉત્સાહી જણાયા
જે બાદ તેઓએ રંગપુર (ઝોઝ) પ્રાથમિક શાળા, તા. જિ. છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી. જ્યાં  સમગ્ર શૈક્ષણિક રણમાં આ શાળા મને મીઠી વીરડી સમાન લાગી. શાળાનું ભૌતિક વાતાવરણબાગ, વર્ગખંડોની પરિસ્થિતિ અને બાળકોની શૈક્ષણિક સિદ્ધિઓ સારી લાગી, શિક્ષકી પણ ઉત્સાહી જણાયા અને બાળકોને પણ પ્રશ્નોત્તરીમાં ઉત્તરો આવડ્યા, શિક્ષકો અને આચાર્યને અભિનંદન આપવા ઘટે.


વિદ્યાર્થીઓ નકશામાં ગુજરાત કે હિમાલય ક્યાં આવ્યું તે પણ જણાવી શકતા ન હતા
બોડગામ પ્રાથમિક શાળા, તા. જિ. છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી.  જ્યાં શિક્ષણનું નિર અત્યંત દયનીય અવસ્થામાં હતું. જ્યાં વિદ્યાર્થીઓ અજવાળું દિવસ જેવા સાદા શબ્દોના પણ વિરોધી શબ્દો આપી શકતા નથી. પરંતુ ઉત્તરવહીમાં જવાબો સાચા લખેલ છે. ધોરણ ૮માં ભણતી વિદ્યાર્થિની ભારતના નકશામાં હિમાલય કે ગુજરાત કઈ બાજુ આવેલ છે એ પણ જણાવી શકતી નથી.


વિદ્યાર્થીઓ બાદબાદી પણ ગણી શકતા ન હતા
જે બાદ કમિશ્નર ર્ડા. ધવલ પટેલ દ્વારા વઢવાણ પ્રાથમિક શાળાનુ શિક્ષણનું સ્તર અત્યંત દયનીય અવસ્થામાં હતું. ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ સહેલી બાદબાકી ૪૨-૧૮ પણ ગણી શકતા નહોતા. ગણિતમાં ઉપરના વર્ગના વિદ્યાર્થીને આગળના વર્ષના પ્રશ્નપત્ર પરથી આધારિત દાખલો (૩૦+૨)2 =  (૩૦+૨)2 = 282 ગણીને આપ્યું.  અહીં મને અનેરો જાદુ જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ વાર્ષિક પ્રશ્નપત્રના જવાબવહીમાં લીબુ શરબત બનાવવાની આખી રીત અંગ્રેજીમાં લખી હતી. પરંતુ વિદ્યાર્થી અંગ્રેજીમાં શું સુચના આપી છે એ પણ વાચવા માટે અસમર્થ હતા. તેઓ અંગ્રેજી શબ્દો પણ ઉકેલવા માટે અસમર્થ હતા. પ્રશ્ન ન સમજ્યા છતાંય જવાબ કેવી રીતે લખી શકે એ બાબતે આપણે તો અનુમાન જ કરી શકીએ કે શાળામાં શિક્ષકોએ પ્રત્યુત્તર લખાવ્યા હશે. આના કરતાં અન્ય કોઈ રીતે આ જાદુ સંભવી જ શકે તેમ નથી.
શિક્ષણનું સ્તર અત્યંત નિમ્નકોટિનું
કમિશ્નર દ્વારા જામલી (ડી) પ્રાથમિક શાળાની મુલાકાત લીધીં હતી.  જ્યાં શિક્ષણનું સ્તર અત્યંત નિમ્નકોટિનું હતું. ધોરણ ૪ની એક બાળકીને ૧૫+ ૧૪ કરવા જણાવ્યું તો ગણવાના બદલે રડવા માંડી. અન્ય એક વિદ્યાર્થીને ૮૦-૩૦ કરવા જણાવતાં જવાબ ૫૬ લાવેલ. દિવસનો વિરુદ્ધાર્થી શબ્દ બોલવા જણાવ્યું તો જવાબ આપી શકેલ નહિ. શિક્ષકે પ્રશ્નનેએ રીતે સમજાવ્યો કે ઊંચું હોય તો નીચું જવાબ આવે તો દિવસનો જવાબ શું આવે? ત્યારબાદ વિદ્યાર્થી પ્રશ્ન સમજી શકેલ. ૮ ઘોડાના પગ કેટલા એવો પ્રશ્ન પૂછતા વિદ્યાર્થી વેઢા પર ૮ + ૪ કરવા લાગેલ. તે જોઈને શિક્ષકે કીધું કે 4 નો ઘડિયી બોલ. આમ, સાદા રકમવાળા દાખલામાં સરવાળો કરવાનો કે ગુણકાર કરવાનો એની વિભાવના પણ સ્પષ્ટ નથી.

વિદ્યાર્થીઓ પ્રશ્નનો જવાબ સાચો આપી શકતા ન હતા
જે બાદ સચિવ ર્ડા. ધવલ પટેલે રાણીખેડા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ધો. 8 થી 9 માં ગયેલ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછેલ કે એક ધનની લંબાઈ 10 સેમી હોય તો પૃષ્ઠફળ શોધો. જેનાં જવાબમાં વિદ્યાર્થીએ ઘણું વિચારીને જવાબ લખ્ય કે  20 પૃષ્ઠફળ હોય. તેમજ ધો. 4 થી 4 માં ગયેલ વિદ્યાર્થીને 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ શોધવા જણાવતા તેણે કહેલ કે 45 સેમી થાય. ત્યારે ધો. 3 થી 4 માં ગયેલ વિદ્યાર્થીને પૂછેલ કે 16+4=?. તેણે પ્રત્યુત્તર આપ્યો કે 19. ધો. 5 થી 6 માં ગયેલ વિદ્યાર્થીને 34+12  કરવા જણાવતા તેણે 38 જવાબ આપ્યો હતો. સાબરમતી પર ક્યો બંધ આવેલ છે?  પ્રશ્નનો પ્રત્યુત્તરમાં સરદાર સરોવર યોજનાં આવેલ છે.  તેમજ ધો. 6 થી 7 માં ગયેલ વિદ્યાર્થીને તેનાં પ્રશ્નપત્રમાંથી જ સમુદ્રધુની એટલે શું અને મેગેસ્થેનિસે ક્યો ગ્રંથ લખ્યો એ પ્રશ્ન પૂછ્યો તો તેમાં પણ કોઈ જ જવાબ ન આવડ્યો. 

આ બાબતે કમિશ્નરે વધુમાં પત્રમાં લખ્યું હતું કે,  આમ, ૬ માંથી ૫ શાળાઓમાં ઉપર મુજબનું કથળેલું શિક્ષણનું સ્તર જોઈને મારા હૃદયને અવર્ણનીય ગ્લાનિ થઈ. આ ગરીબ આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે અન્ય કોઈ વિકલ્પ નથી. આપણે એમને આ પ્રકારનું સડેલું શિક્ષણ આપીને એમની સાથે અન્યાય જ કરી રહ્યા છીએ એવું મારું દૃઢ મંતવ્ય છે. તેઓ પેઢી દર પેઢી માત્ર મજૂરી કરે અને આગળ ન વધે એ આપણે સુનિશ્ચિત કરી રહેલ છીએ. બાળકો અને એમના વાલીઓ કે જે આપણા પર આંધળો વિશ્વાસ મૂકે છે એમની સાથે આ પ્રકારનું છળ કરવું એ નૈતિક અધ પતનની પરાકાષ્ઠા છે. પૂરતી ભૌતિક સગવડો અને પૂરતા શિક્ષકો હોવા છતાં આવુ શિક્ષણનું સ્તર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ મારા માટે તો ઉકેલી ન શકાય એવો કોયડો છે. ૮ વર્ષ આપણી સાથે બાળક રડે અને એને સરવાળા-બાદબાકી પણ ન શીખવાડી શકે તો એ તો શિક્ષક તરીકેની આપણી ધોર અસમર્થતાનું જ દ્યોતક છે.

આ સાથે જ રંગપુર (ઝોઝ) પ્રાથમિક શાળાના સૂત્રધારી શાળામાં બાળકને સારી ગુણવત્તાનું શિક્ષણ મળે એ માટે પ્રયત્નશીલ હોવાનું જણાયેલ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ