બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Students from Gujarat who went to study in the Philippines got stuck

'પરીક્ષા' / સુરતથી ફિલીપીન્સ મેડિકલ અભ્યાસ માટે ગયેલા 400 વિદ્યાર્થીઓ ફસાયા, 3 હજારનું ભવિષ્ય અધ્ધર શ્વાસે, વાલીઓની વેદના નહીં જોઈ શકો

Kishor

Last Updated: 10:17 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતથી તબીબી અભ્યાસ માટે 2019થી 2021 વચ્ચે ગયેલા વિદ્યાર્થીઓને ફિલીપીન્સમાં પરીક્ષામાં બેસવા ન દેવાતાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં ધકેલાયું છે.

  • ગુજરાતના અંદાજે ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું ભવીષ્ય જોખમમાં 
  • સુરતના મેડિકલમાં અભ્યાસ કરતા 400 વિદ્યાર્થીઓ અટવાયા
  • ફિલીપીન્સ અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ અટવાયા, વાલીઓ મૂંઝાયા

શિક્ષણના નિયમોની આંટીઘુંટીના વાંકે સુરતના 400 અને ગુજરાતભરના ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ફિલીપીન્સ દેશમાં અટવાયા હોવાની ઘટના સામે આવી છે. તબીબી અભ્યાસ માટે 2019થી 2021 વચ્ચે ગયેલા વિદ્યાર્થીઓને ફિલિપાઇન્સમાં પરીક્ષામાં બેસવા ન દેવાતાં તેમના આ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં ધકેલાયું છે. કારણ કે ભારત સરકારે વિદેશમાં તબીબી અભ્યાસના ફિલિપાઇન્સ માટેનું ગેઝેટ 2021માં બહાર પાડ્યું હતું. એટલું જ નહીં તે પહેલા ફિલીપીન્સ ગયેલા વિદ્યાર્થીઓને અમાન્ય ગણવામાં આવ્યા છે.જેના કારણે સુરતના 400 વાલીઓ ચિંતામાં મુકાયા છે.

Students from Gujarat who went to study in the Philippines got stuck


Next ની પરીક્ષાની મંજૂરી નહિ મળતા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય દાવ પર 

2021માં સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડવામાં આવ્યા બાદ તેના નિયમો તૈયાર કરાયા છે. આ નિયમોને લઇને 2019થી 2021 વચ્ચે ફિલીપીન્સ ગયેલા વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં બેસવા દેવાયા નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ ગંભીર પરિસ્થિતીને લઇને મદદની ગુહાર લગાવી રહ્યા છે. વાલીઓની માગ છે કે ગેઝેટમાં એક વખત તમામ વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવે. જેથી 2021 પહેલાના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે. 

વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં બેસવાની મનાઈ ફરમાવાઈ 

મહત્વનું છેકે વિદેશના માન્ય તબીબી કોર્સમાં ફિલીપીન્સનો પણ સમાવેશ થાય છે. આમ છતાં ફિલીપીન્સમાં બાળકો ફસાતાં વાલીઓએ રોષ સાથે પોતાની મજબૂરી વ્યક્ત કરી રહ્યા છે. વાલીઓના જણાવ્યા મુજબ ભારતમાં પ્રાઇવેટમાં તબીબી શિક્ષણમાં 1 કરોડનો ખર્ચ થાય છે. જો કે ફિલીપીન્સમાં 20 લાખનો ખર્ચ થાય છે. જેથી બાળકોને ફિલીપીન્સ મોકલવા વાલીઓની મજબૂરી છે. ફિલીપીન્સમાં ફસાયેલા વિદ્યાર્થીઓની આ સ્થિતી ફક્ત સુરતની નથી. પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ફિલિપાઇન્સમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ માટે ગયેલા કુલ 3 હજાર વિદ્યાર્થીઓની છે. જેઓ કરોડો રૂપિયા ખર્ચીને વિદેશ અભ્યાસાર્થે ગયા હતા. સમગ્ર મામલે વાલીઓ આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ