બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Student leader Yuvraj Singh Jadeja's health deteriorated

BIG BREAKING / યુવરાજસિંહની અચાનક લથડી તબિયતઃ પત્નીએ ટ્વિટ કરીને SOG પાસે માંગ્યો સમય, તોડકાંડમાં હાજર થવા અપાયું હતું સમન્સ

Malay

Last Updated: 01:58 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar Dummy Kand: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડી છે. તેમના પત્નીએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.

  • યુવરાજસિંહના પત્નીએ ટ્વિટ કરી આપી જાણકારી
  • યુવરાજસિંહની તબીયત લથડી હોવાનું કર્યુ ટ્વીટ
  • ટ્વીટ કરીને ભાવનગર SOG પાસે માંગ્યો સમય 
  • તોડકાંડમાં હાજર થવા અપાયું હતું સમન્સ

ભાવનગર SOG સમક્ષ હાજર થાય તે પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની તબિયત લથડી છે. તેમના પત્નીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે ટ્વિટમાં સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે યુવરાજસિંહની તબિયત અચાનક લથડી હોવાનું જણાવ્યું છે. 

યુવરાજસિંહની લથડી તબિયત
યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં લખ્યું છે કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી. SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો.'
 

 


ભાવનગર SOGએ મોકલ્યું હતું સમન્સ
બિપિન ત્રિવેદી દ્વારા આક્ષેપ કરાયા બાદ ભાવનગર SOG દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર SOG પોલીસે યુવરાજસિંહને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. યુવરાજસિંહને સમન્સ પાઠવીને પોલીસે બુધવારે બપોરે 12 વાગ્યે હાજર થવા જણાવ્યું હતું. મહત્વનું છે કે, બિપિન ત્રિવેદીના આક્ષેપ બાદ તેમને આ સમન્સ મોકલવામાં આવ્યું હતું. મહત્વનું છે કે બિપિન ત્રિવેદીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવ્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. 

વીડિયોમાં યુવરાજસિંહ પર લગાવ્યા હતા આક્ષેપ
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.' 

ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા રૂપિયાઃ બિપિન ત્રિવેદી
પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા. જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ