બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Student leader Yuvraj Singh Jadeja's big statement regarding the Bhavnagar dummy incident

નિવેદન / 'હું બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું..' કહેતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સરકારના કર્યા વખાણ, ડમીઓ થરથર્યા

Malay

Last Updated: 04:09 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Yuvrajsinh jadeja On Dummy Kand: ભાવનગરના ડમીકાંડને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, હું અત્યારે બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું. આવનાર દિવસોમાં તમામ આધાર પુરાવા સાથે હું તે ચોક્કસ રજૂ કરીશ.

 

  • SIT મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું નિવેદન
  • SIT તટસ્થ તપાસ કરશે તો ભ્રષ્ટાચાર સામે આવશેઃ યુવરાજસિંહ
  • સાચા, મહેનતું ઉમેદવારોને ન્યાય મળે તે મારો ઉદેશ્ય છેઃ યુવરાજસિંહ

ભાવનગરના ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો લગાવનાર બિપિન ત્રિવેદીની પૂછપરછ કરવામાં આવી રહી છે.  ભાવનગરના સિહોરથી ધરપકડ કરાયા બાદ 2 દિવસથી પોલીસ બિપિન ત્રિવેદીની પૂછપરછ કરી રહી છે. બિપિન ત્રિવેદીએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો હતો. બિપિનના વાયરલ વીડિયોમાં હાલ કોઈ તથ્ય બહાર આવ્યું નથી. બિપિન ત્રિવેદી પાસેથી ચોક્કસ પુરાવા મળે તો યુવરાજસિંહ સામે ફરિયાદ થઈ શકે છે. 

યુવરાજસિંહ જાડેજા (વિદ્યાર્થી નેતા)

સિસ્ટમમાંથી સડો દૂર થાય તેવો મારો ઉદ્દેશ્યઃ યુવરાજસિંહ જાડેજા
આ વચ્ચે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ડમીકાંડમાં SITની રચના મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે.  યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા જે કૌભાંડ રોકવા માટે SITની રચના કરવામાં આવી છે તે સરહનીય કામગીરી છે. અમે આ નિર્ણયને આવકારીએ છે. જો SIT નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરશે તો ચોક્કસપણે ઘણા મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવશે. મારો ઉદ્દેશ્ય પણ એ જ છે કે આ સિસ્ટમમાંથી સડો દૂર થાય અને સાચા અને મહેનતું ઉમેદવારોને ન્યાય મળે. 

હું તમામ નામો SIT સુધી પહોંચાડીશઃ જાડેજા
તેમણે જણાવ્યું કે,  અત્યારે જે રીતે ડમીકાંડની તપાસ ચાલી રહી છે, તેમાં મારા પાસે ઘણી એવી માહિતી છે, જે આગળની તપાસમાં ખૂબ ઉપયોગી થઇ શકે એમ છે. હાં એ પણ હું સ્પષ્ટતા કરું છું કે મારી પાસે રહેલી તમામ બાબતોની પુષ્ટિ હું કરી શક્યો નથી. અમુક એવા કન્ફર્મ નામ છે જેની મેં પૂરતી તપાસ કરી છે. અમુક માહિતી એવી પણ છે જેમાં ઘણા નામો મારા શંકાના દાયરામાં છે અને હું તેની તથ્યતા તપાસ કરી શક્યો નથી. આ તમામ નામો હું SIT સુધી પહોચાડી દઈશ.

યુવરાજસિંહ જાડેજા (વિદ્યાર્થી નેતા)

'બીજી ઘણી ભરતીઓમાં થઈ છે ગેરરીતિ' 
જાડેજાએ કહ્યું છે કે, તમામ નામોની અમે ફાઈલ તૈયાર કરી રહ્યા છીએ. મે જે પણ એજન્ટોના નામ જાહેર કર્યા છે તેમાંથી હજી 3 જ પકડાયા છે. બીજા એજન્ટો બેખોફ થઈને ફરી રહ્યા છે. હું બીજીવાર તેમના નામો SIT સુધી પહોચાડીશ. હું અત્યારે બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું. આ એક ભરતી સિવાય બીજી ઘણી ભરતીઓમાં મોટા પાયે ગેરરીતિ થયેલ છે. આવનાર દિવસો માં તમામ આધાર પુરાવા સાથે હું તે ચોક્કસ રજૂ કરીશ. બીજું કે મારા દ્વારા આપેલ નામને જો સૈન્ટિફિક પુરાવા સાથે ક્રોસ ચેક કરવામાં આવશે તો ખૂબ સરળ પ્રોસેસમાં ક્રોસ વેરીફાઈ થઈ શકે છે. 

ડમી લોકો જ નહીં ડમી ડિગ્રીવાળા પણ વધારે જોવા મળશેઃ જાડેજા
અમારી પાસે માહિતી છે તે પ્રમાણે 2016થી લઈને પંચાયતની અલગ-અલગ ભરતીઓ જેવી કે મુખ્ય સેવિકા, ગ્રામ સેવક, LI, MPHW.FHWમાં ડમીકાંડથી અઢળક લોકો લાગ્યા છે. ફક્ત ડમી લોકો બેસાડીને નહીં અહીંયા સૌથી વધારે ડમી ડિગ્રી વાળા વધારે જોવા મળશે. LI અને SIની ડમી પ્રમાણપત્રોનું હબ છે આ સેન્ટર. મોટાભાગના લોકો રેગ્યુલર કોર્સ કરતા નથી અને રાજ્ય બહારની યુનિ.ના સર્ટિફિકેટ વેચાતા લઈને આવે છે. જો આની યોગ્ય તપાસ થાય તો તમામ પ્રકારના ડમી માર્કશીટ અને ડમી પ્રમાણપત્રો તો મળી જ આવે અને સાથે સાથે આના પુષ્કળ એજન્ટો શૈક્ષણિક સંકુલ કરીને શિક્ષણજગત સાથે સંકળાયેલ છે તે પણ ખુલી આવે.

6 નામો હું પહોંચાડી રહ્યો છુંઃ યુવરાજ
ડમી તરીકે કન્ફોર્મ હોય તેવા 6 નામો છે. સંપૂર્ણ તહે ક્રોસ ચેક ન થયું હોઈ પણ પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં 7 નામો છે અને માહિતગાર પાસેથી માહિતી મળી હોઈ પણ ક્રોસ ચેક કરવાના બાકી હોઈ તેવા 11 નામો છે. આમ કુલ 24 નામ છે. અમારી પાસે જે માહિતી છે તે પ્રમાણે અમે આશંકા વ્યક્ત કરીએ છીએ કે 2022માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ BRC CRC પરીક્ષામાં પણ ગડબડી થઈ હતી. જેમાં શંકાના દાયરામાં હોય તેવા 6 નામો પણ અમારી પાસે છે. જેમાં P.K. એટલે કે પ્રકાશ દવેની મુખ્ય ભૂમિકા હતી.  અન્ય 6 નામો પણ હું વિશ્વાસુ માધ્યમથી પહોંચાડી રહ્યો છું. 

 

વીડિયો જાહેર કરીને કહ્યું હતું- કૌભાંડીઓને હું છોડીશ નહીં 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે યુવરાજસિંહે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, 'હું કૌભાંડીઓને પડકાર ફેકુ છું, તમને હું છોડીશ નહીં, સત્ય સામે લાવીને જ રહીશ.' યુવરાજસિંહે જણાવ્યું હતું કે, મારી પાસેથી પણ આ માહિતી કરતા પણ મોટી માહિતી છે અને ભયાનક સ્કેમની માહિતી છે, હું એના પર કામ કરી રહ્યો છું. તેની સંપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યો છું. સમય આવશે ત્યારે હું તેને જગજાહેર કરીશ. હું ડંકાની ચોટ પર કહું છું કે મેં કોઈ પૈસા લીધા નથી, કદાચ મને જેલમાં પણ નાખી દો હું તેને સાબિત કરી બતાવીશ. અંતે સત્યની જ જીત થશે. કૌભાંડીઓને પડકાર ફેકુ છું, તમને હું છોડીશ નહીં. સત્ય સામે લાવીને જ રહીશ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ