બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Student Goes Viral for Hiding Partner Inside Suitcase to Sneak Her Out of Hostel

વાયરલ / VIDEO : ગર્લફ્રેન્ડને હોસ્ટેલ બહાર લઈ જવા વિદ્યાર્થીનો ગજબનો જુગાડ, સૂટકેસમાં છુપાવી, આખરે થયો જોવા જેવો ઘાટ

Hiralal

Last Updated: 03:12 PM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોકરીને સૂટકેસમાં પૂરીને હોસ્ટેલ બહાર લઈ જઈ રહેલા કર્ણાટકની મણિપાલ કોલેજના એક વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થયો છે.

  • કર્ણાટકની મણિપાલ કોલેજના વિદ્યાર્થીનો વીડિયો વાયરલ
  • વિદ્યાર્થી છોકરીને સૂટકેસમાં પૂરીને હોસ્ટેલ બહાર લઈ જઈ રહ્યો હતો
  • સિક્યુરીટી ગેટ પર તલાશી લેતા ઝડપાઈ ગયો
  • સિક્યુરીટી ગેટ પર તલાશી દરમિયાન સૂટકેસમાં છોકરી બહાર આવી

જેમ જેમ 14 ફેબ્રુઆરી (valentine's day) નજીક આવી રહી છે તેમ તેમ પ્રેમીઓ મુલાકાત માટે જુગાડ કરવા લાગ્યા છે. પરંતુ હાલમાં બે પ્રેમીઓએ જે કર્યું તે જાણીને તમે હેરાન રહી જશો. થયું એવું કે એક છોકરો તેની ગર્લફ્રેન્ડને હોસ્ટલ લઈને જઈ રહ્યો હતો, ખબર છે કેવી રીતે, સૂટકેસમાં પૂરીને. જી હા, તમે સાચું સાંભળ્યું છે. આ કહાની ફિલ્મી જેવી લાગશે પરંતુ સાચી છે. એક વિદ્યાર્થી તેની ગર્લફ્રેન્ડને સૂટકેસમાં પૂરીને હોસ્ટેલ બહાર લઈને જઈ રહ્યો હતો. 

ગર્લફ્રેન્ડને હોસ્ટેલમાંથી બહાર લઈ જવા વિદ્યાર્થીએ કર્યો નવો જુગાડ  

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક વિદ્યાર્થી એક છોકરીને સૂટકેસમાં છુપાવીને હોસ્ટેલની બહાર લઈ જઈ રહ્યા છે. આ વીડિયો કર્ણાટકના મણિપાલ (કર્ણાટક, મણિપાલ કોલેજ)ના વિદ્યાર્થીઓનો જણાવાઈ રહ્યો છે.

તમે પણ જુઓ વાયરલ વીડિયો

યુવતીને સૂટકેસમાં છુપાવીને હોસ્ટેલની બહાર લઈ જવાનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો અનુસાર, કોલેજની હોસ્ટેલના કેટલાક છોકરાઓએ છોકરીને એક મોટી સૂટકેસમાં સંતાડીને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ પછી ગાર્ડે તેમને ગેટ પાસે જ રોકી દીધા. સૂટકેસની તલાશી દરમિયાન યુવતી તેમાંથી બહાર આવી હતી. 

સિક્યુરીટી ગેટ પર ઝડપાઈ ગયો યુવાન
યુવાન સૂટકેસ લઈને સિક્યુરીટી ગેટ પર પહોંચ્યો ત્યારે ત્યાં હાજર રહેલા સિક્યુરીટી મેનને શંકા પડી કે આટલી મોટી સૂટકેસમાં શું હશે અને તેણે સૂટકેસની તલાશી લીધી ત્યારે તેમાંથી યુવતી નીકળી હતી. 

સોશિયલ મીડિયા પર રીએક્શનનું ઘોડાપૂર 

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ કોમેન્ટ્સનો ધોધ વહ્યો હતો. યુઝર્સ આના પર અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈને આ વીડિયો ખૂબ જ રમૂજી લાગ્યો, તો કોઈએ કથિત વિદ્યાર્થીઓના આ કૃત્ય પર ગુસ્સો વ્યક્ત કર્યો.કેટલાક યૂઝર્સે તેને ટીખળ ગણાવી અને કહ્યું કે કેવી રીતે એક છોકરી સૂટકેસની અંદર જઈ શકે છે. એક યુઝરે લખ્યું, "અમે યોગ્ય સમયે કોલેજની બહાર ગયા હતા." જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં કહ્યું, "ગર્લફ્રેન્ડ્સને સૂટકેસમાં ફરવું ગમશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ