બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / આરોગ્ય / Strong car sales in September amid high interest rates and many headwinds

કુદકો / ઊંચા વ્યાજદરો અને અનેક મુશ્કેલીઓ વચ્ચે સપ્ટેમ્બરમાં કારોનું જંગી વેચાણ.! આ બે બ્રાન્ડ વચ્ચે કાંટે કી ટક્કર, SUV લોકોની પહેલી પસંદ

Kishor

Last Updated: 01:11 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદી, મોંઘવારી, ઊંચા વ્યાજદરો અને અનેક મુશ્કેલીઓ વચ્ચે સપ્ટેમ્બર માસમાં કારોનું મોટા પાયે વેચાણ થયું હોવાના આંકડા સામે આવ્યા છે.

  • સપ્ટેમ્બર માસમાં કારોના વેંચાણમાં મોટા પાયે વધારો
  •  SUV કાર લોકોની પહેલી પસંદ બની
  • હુન્ડાઈ મોટર અને મારુતિ સુઝુકી વચ્ચે ટક્કર

સપ્ટેમ્બર માસમાં કારોનું મોટા પાયે વેચાણ થયું છે. જેમાં હુન્ડાઈ મોટર ઇન્ડિયાએ જાણકારી આપતાં જણાવ્યું કે તેમનું વેચાણ સપ્ટેમ્બરમાં વાર્ષિક આધાર પર 13 ટકા વધીને 71,641 યુનિટ થયું છે. જે એક મહિનામાં અત્યારસુધીનું સૌથી વધુ છે. કંપનીએ ઘરેલુ બજારમાં 54,241 યુનિટનું વેચાણ કર્યું. જે સપ્ટેમ્બર 2022ના 49,700 યુનિટની સરખામણીએ 9 ટકા વધુ છે. કંપનીના એક્સપોર્ટ પણ સપ્ટેમ્બર 2022ના 13,501 યુનિટની સરખામણીએ વધીને 17,400 યુનિટ થઇ ગયા છે. હુડાઈ મોટર ઇન્ડિયાના સીઇઓ તરુણ ગર્ગએ જણાવ્યું કે જયારે ગત મહિને ઉદ્યોગમાં 2 ટકા વૃદ્ધિ થઇ તો ઘરેલુ વેચાણમાં 9 ટકાની વૃદ્ધિ થઇ છે.

Topic | VTV Gujarati

કંપનીની કુલ સેલમાં એસયુવીનું વેચાણ સતત વધી રહ્યું છે. ગર્ગે જણાવ્યું કે બજારમાં વ્યાજદર અને મોંઘવારી જેવા વિવિધ પડકારો હોવા છતાં કંપની આ વર્ષે પોતાના વેચાણને વધારવામાં આવી રહ્યું છે. કંપનીને ગત વર્ષની તુલનામાં વધી રહેલા વેચાણને ધ્યાનમાં રાખી વર્ષના અંત સુધીમાં 9 ટકા વધારાની આશા છે. હુન્ડાઈનો ઓર્ડર બેકલોગ 1.15 લાખ યુનિટ છે.

મારૂતીનું વેચાણ વધ્યું
સૌથી મોટી વાહન નિર્માત કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં તેનુ કુલ જથ્થાબંધ વેચાણ દર વર્ષ કરતા 3 ટકા વધ્યું છે અને જે 1,81,343 યુનિટ થયું છે. જો ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે આ મહિનામાં કંપનીએ 1,76,306 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે મારૂતિ ઈન્ડિયા લિમિટેડે એક નિવેદન આવતા કહ્યું હતું કંપનીએ કુલ યાત્રી વાહનોના વેચાણમાં 2 ટકા વૃદ્ધિ કરી હતી એટલે કે 1,50,812 યુનિટ વેચાયા હતા. આમ એપ્રિલ-સપ્ટેમ્બરના સમય દરમિયાન મારુતિનું કુલ વેચાણ 10 લાખ યુનિટને પણ પાર કરી ગયું હતું. 

એસયુવી કારોનું રહ્યું સૌથી મોટુ યોગદાન...
મારુતિ સુઝુકીએ આ નાણાકીય વર્ષના પહેલા જ છ મહિનામાં 10,50,085 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જ્યારે ગયા વર્ના નાણાંકીય વર્ષની વાત કરવામાં આવે તો કંપનીએ 9,85,326 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. કંપનીએ કહ્યું કે આ પહેલી વાર બન્યુ છે કે જેમાં મારુતિએ 1 મિલિયન યુનિટના અડધા વાર્ષિક વેચાણનો આંકડો પાર કરી લીધો છે.. કંપનીએ કહ્યું કે તેમની એન્ટ્રી લેવલ અલ્ટો અને એસ-પ્રેસોનું વેચાણ 10,351 યુનિટ હતું.. જે ગયા વર્ષના 29,574 યુનિટ્સ કરતાં 65 ટકા ઓછું રહ્યું છે. જ્યારે કોમ્પેક્ટ કારનું વેચાણ પણ સપ્ટેમ્બર 2022માં 72,176 યુનિટની સરખામણીએ ગયા મહિને ઘટીને 68,552 યુનિટ થયું હતું. પણ SUV કારનું વેચાણ ખુબ વધ્યું છે.

 વેચાણની વાત કરીએ તો ગયા મહિને 82 ટકા વધીને 59,271 યુનિટ થયું હતું. જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મામત્ર 32,574 યુનિટ હતું. આમ ગયા વર્ષની સરખામણીમાં કુલ નિકાસ વેચાણ સપ્ટેમ્બર 2022માં 21,403 યુનિટની સરખામણીએ વધીને 22,511 યુનિટ થયું છે. જ્યારે જૂન 2023ના પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 22 ટકા વધ્યો છે. એટલે કે 2485 કરોડથી વધીને રૂપિયા 32,327 કરોડ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ