બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / story when nasa chief apologizes isro came india and signed mou for moon mission chandrayaan 1 chandrayaan 3 landing

યાદ કરો એ દિવસ / જ્યારે NASA ના ચીફે ISROથી માંગી હતી માફી, ભારત આવીને MoU પર ચંદ્રયાન માટે કર્યા હતા હસ્તાક્ષર

Malay

Last Updated: 12:40 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing Updates: આજે ભારત અમેરિકા, રશિયા અને ચીનની બરાબરી પર ઊભું થવા જઈ રહ્યું છે. ISROનું ચંદ્રયાન-3 આજે સાંજે 6.04 વાગ્યાની આસપાસ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે.

  • વિશ્વભરની નજર ભારતના ચંદ્રયાન-3 પર
  • ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગનું સાક્ષી બનશે સમગ્ર વિશ્વ
  • ચંદ્રયાન-3નું લેન્ડર આજે સાંજે 6.04 કલાકે સોફ્ટ લેન્ડિંગ કરશે 

આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. ચંદ્રયાન-3નું લેન્ડર આજે સાંજે ચંદ્ર તરફ જવાનું શરૂ કરશે અને સાંજે 6.04 કલાકે સોફ્ટ લેન્ડિંગ કરશે. જો ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ સફળ રહેશે તો રોવર પ્રજ્ઞાન તેમાંથી બહાર આવશે અને ચંદ્ર પર ચાલશે અને ત્યાંના પાણી અને વાતાવરણ વિશે માહિતી આપશે. પાણી અથવા બરફ સિવાય, અન્ય ઘણા કુદરતી સંસાધનો પણ ચંદ્ર પર મળી શકે છે. ત્યારે આજે વિશ્વભરના લોકોની નજર આપણા ચંદ્રયાન-3 મિશન પર છે. ભારતના આ મિશનને લઈને સમગ્ર વિશ્વને રસ એટલા માટે છે કારણ કે પૃથ્વીના નેચરલ સેટેલાઈટ (ચંદ્રમા)ના આ ભાગ પર હજુ સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી. તાજેતરમાં જ રશિયાએ તેના ચંદ્ર મિશન 'લુના-25'થી અહીં સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ક્રેશ થઈ ગયું અને તેનું મિશન ફેલ થઈ ગયું. 

May be an image of text that says "August 18, 2023, 15:50 Hrs.IST Hrs. IST VTV ગુજરાતી 113 13kmx km 157 km VTVGUJARATI.COM આજે ભારત કરશે ચંદ્રવિજય આજે ચંદ્ર પર ઉતરશે ભારતનું વિક્રમ લેન્ડર, લેન્ડિંગના 2 કલાક પહેલા તપાસ કરવામાં આવશે જો સાઈટ પર મુશ્કેલી દેખાય તો મિશન 27 ઓગસ્ટે કરવામાં આવશે. છેલ્લી 15 મિનિટમાં જ વિક્રમ લેન્ડરે 90 ડિગ્રી પર એટલે કે વર્ટીકલ લેન્ડિંગ કરવાનું રહેશે, જેનું પ્રોગ્રામિંગ ISROએ અહીંથી જ મોકલી દીધું"

અમેરિકાએ લાદ્યો હતો ISRO પર પ્રતિબંધ
ત્યારે એક સમયે ઈસરો પર પ્રતિબંધ લગાવનાર અમેરિકા પણ ભારતના આ મિશન પર નજીકથી નજર રાખી રહ્યું છે. આપને જણાવી દઈએ કે 1992માં અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે ઈસરો પર બે વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના થોડા વર્ષો બાદ નાસા ચીફે ઈસરોની માફી માંગી હતી અને ભારત આવીને MoU પર ચંદ્રયાન માટે હસ્તાક્ષર કર્યા હતા.

2006માં ભારતના પ્રવાસે આવ્યા હતા માઈકલ ગ્રિફીન
વાત વર્ષે 2006ની છે. જી માધવન નાયર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અધ્યક્ષ હતા. તે સમયે અમેરિકન સ્પેસ એજન્સી-નાસાના ચીફ માઈકલ ગ્રિફીન હતા. 30 વર્ષ પછી ભારતની મુલાકાત લેનારા તેઓ નાસાના પ્રથમ ચીફ હતા. 9થી 11 મે 2006 દરમિયાન તેઓ ભારતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે તિરુવનંતપુરમ ખાતે ખાતે આવેલા ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા ખાતે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના લોન્ચિંગ સેન્ટર અને થુમ્બા સ્પેસ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. ઈસરોના આ બંને કેન્દ્રો પર અમેરિકા દ્વારા 1992થી 1994 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

May be an image of text that says "VTV ગુજરાતી km VTVGUJARATI.COM માત્ર 615 કરોડમાં ચંદ્ર પર ભારતનો ઉદય આજે સાંજે 6.04 વાગ્યે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરશે ચંદ્રયાન-ર, છેલ્લી 15 મિનિટમાં થશે સોફ્ટ લેન્ડિંગ. મિશન ચંદ્રયાન-રમાં કુલ 615 કરોડ રેપિયાનો ખર્ચ આવ્યો છે જે Barbie અને Oppenheimer જેવી ફિલ્મો કરતાં પણ ઓછું છે"

શા માટે લાદવામાં આવ્યો હતો પ્રતિબંધ? 
1992માં અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે ઈસરો પર બે વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો. આટલું જ નહીં તે સમયે અમેરિકાએ ઈસરો સાથે ક્રાયોજેનિક એન્જિન ટેક્નોલોજી શેર ન કરવા રશિયા પર દબાણ પણ બનાવ્યું હતું. અમેરિકાના આ તમામ પ્રયાસોનો હેતુ ભારતને મિસાઈલ વિકસાવવાની ટેક્નોલોજી મેળવવાથી રોકવાનો હતો. આ પ્રતિબંધો 6 મે 1992થી 6 મે 1994 સુધી રહ્યા હતા. અહીં એ પણ રસપ્રદ વાત છે કે અમેરિકાએ આ પ્રતિબંધ એટલા માટે લગાવ્યો હતો કે ભારત સેટેલાઇટ લૉન્ચિંગ રોકેટ બનાવી ન શકે પરંતુ પ્રતિબંધ હોવા છતાં ISRO GSLV બનાવવામાં સફળ રહ્યું હતું. બાદમાં એ જ ક્રાયોજેનિક એન્જિનવાળા PSLVએ નાસાના ઉપગ્રહોને અવકાશમાં મોકલ્યા હતા.

નાસા ચીફે માંગી હતી માફી, MoU પણ થયા હતા
2006માં ભારતની મુલાકાત દરમિયાન જ નાસાના ચીફ માઈકલ ગ્રિફીને ભારતના પહેલા મુન મિશન, ચંદ્રયાન-1માં બે અમેરિકી વૈજ્ઞાનિક સાધનોને સામેલ કરવા અંગે ઈસરો ચીફ જી માધવન નાયર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. MoU પર હસ્તાક્ષર બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નાસા ચીફને ભારત આવવામાં આટલો સમય કેમ લાગ્યો અને શું આવી યાત્રાઓ પર ''સ્વ-પ્રતિબંધ" લગાવવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે આવા કોઈ પ્રતિબંધો નહોતા. જોકે, આ પ્રેસ કોન્ફરન્સમાં નાસાના ચીફ ગ્રિફીને 1992 અને 1994 વચ્ચે ISRO પર લાદવામાં આવેલા પ્રતિબંધો માટે માફી પણ માંગી હતી. 

ભારતીય વૈજ્ઞનિકોના કર્યા હતા વખાણ
ત્યારે બેંગલુરુમાં નાસાના ચીફે કહ્યું હતું કે, તેઓ ભારતની પ્રભાવશાળી અંતરિક્ષ સુવિધાઓને પ્રત્યક્ષ રીતે જોઈને, તેમના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને મળીને અને તેમના નોંધપાત્ર કાર્ય વિશે જાણીને આનંદ અનુભવે છે. તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-1 ખરેખર એક આંતરરાષ્ટ્રીય મિશન છે, જેમાં યુરોપની સાથે-સાથે યુનાઇટેડ સ્ટેટ્સનું પેલોડ પણ સામેલ છે.

2008માં મોકલ્યું હતું ચંદ્રયાન-1
આ MoU બાદ 2008માં ભારતે પીએસએલવીની મદદથી ચંદ્રયાન-1ને ચંદ્ર પર મોકલ્યું હતું. આ પછી 2019માં ચંદ્રયાન-2 મોકલવામાં આવ્યું, જેનું સોફ્ટ લેન્ડિંગ થઈ શક્યું નહોતું. આજે ભારત અમેરિકા, રશિયા અને ચીનની બરાબરી પર ઊભું થવા જઈ રહ્યું છે. ISROનું ચંદ્રયાન-3 આજે સાંજે 6 વાગ્યાની આસપાસ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ