બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / story jai shree ram in india pakistan match cricket world cup 2023 udhayanidhi stalin

India Vs Pakistan / ભારતે પાકિસ્તાનને કચડ્યું: પણ ઈન્ડિયા ગઠબંધનના નેતાને અમદાવાદના લોકોનો વ્યવહાર ના ગમ્યો, સામે BJP નેતાઓ ગર્વથી શેર કરી રહ્યા છે વીડિયો

Malay

Last Updated: 01:02 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન જોવા મળ્યો રામભક્તિનો માહોલ, દર્શકોએ જોર જોરથી જય શ્રીરામ...જય શ્રીરામના લગાવ્યા નારા

  • ભારત અને પાકિસ્તાનની મેચમાં જોવા મળ્યો રામભક્તિનો માહોલ
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોએ લગાવ્યા જય શ્રીરામના નારા
  • ભાજપના ઘણા નેતાઓએ મેચના આ વીડિયોને કર્યા ટ્વિટ 

India-Pakistan Match: ક્રિકેટના મેદાનમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે હોય છે, ત્યારે માહોલ દેશભક્તિમય બની જાય છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન જ્યારે  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાનમાં ઉતરી ત્યારે આવું જ દ્રશ્ય જોવા મળ્યું. જોકે, આ વખતે મામલો દેશભક્તિથી લઈને રામભક્તિ સુધી પહોંચી ગયો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોએ જોર જોરથી ઈન્ડિયા...ઈન્ડિયાથી લઈને જય શ્રીરામ...જય શ્રીરામના નારા લગાવ્યા હતા. ઘણા નેતાઓએ મેચના આ વીડિયોને ટ્વિટ કર્યા છે. મેચ પૂરી થઈ ગઈ છે પરંતુ હવે તેના પર રાજકારણ શરૂ થઈ ગયું છે. 

આસામના મુખ્યમંત્રીએ શેર કર્યો વીડિયો
તેની શરૂઆત આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કરી. તેમણે સૌથી પહેલા રામ ધૂન પર સ્ટેડિયમમાં નાચી રહેલા ભારતીય ક્રિકેટ ફેન્સનો વીડિયો ટ્વીટ કર્યો. આ પછી કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ તેમાં સામેલ થઈ ગયા. આ પછી સમગ્ર એક્સ  (અગાઉ ટ્વિટર) અને ફેસબુક આવા વીડિયોથી ભરાઈ ગયું હતું. જોકે, ઈન્ડિયા ગઠબંધનના એકપણ નેતાઓએ આ વીડિયો શેર કર્યા નથી. 

એમકે સ્ટાલિનના પુત્રનું નિવેદન આવ્યું સામે
સ્ટેડિયમમાં જય શ્રીરામના નારા લગાવનારા દર્શકોને લઈ સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપનાર એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પાકિસ્તાની ખેલાડીઓની સામે જય શ્રી રામના નારા લગાવવા બદલ ભારતીય ક્રિકેટ ચાહકોને ઠપકો આપ્યો છે.

આવું વર્તન અસ્વીકાર્ય છેઃ ઉધયનિધિ સ્ટાલિન
ઉધયનિધિ સ્ટાલિનને ટ્વીટ કરીને કહ્યું કે, "ભારત તેની રમત પ્રત્યેની ભાવના અને આતિથ્ય સત્કાર માટે જાણીતું છે. જોકે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે જે વર્તન કરવામાં આવ્યું તે અસ્વીકાર્ય અને એક નિમ્ન કક્ષાનું છે. રમતને દેશોની વચ્ચે સંબંધ વધારનાર શક્તિ બનાવવી જોઈએ અને સાચા ભાઈચારાને પ્રોત્સાહન આપવું જોઈએ. તેનો નફરત ફેલાવવાના સાધન તરીકે ઉપયોગ કરવો નિંદનીય છે."

ભારત સામે પાકિસ્તાનની શરમજનક હાર
14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આઠમી વખત ટકરાઈ હતી. દર વખતની જેમ ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાની ક્રિકેટરોને હરાવ્યા હતા. આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર વન પર આવી ગઈ છે. આ સાથે જ પાકિસ્તાન બે સ્થાન નીચે સરકીને ચોથા સ્થાને પહોંચી ગયું છે. આ મેચમાં પહેલા ભારતીય બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોના પરસેવા છોડાવી દીધા હતા. પાકિસ્તાનની આખી ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડીયાને પાકિસ્તાન તરફથી સાવ ઈઝી 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 3 વિકેટ ગુમાવીને 30.3 ઓવરમાં પૂરો કરી લીધો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ