બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Storms at sea become stronger as they stay longer: Skymet

ઍલર્ટ / ગુજરાતના માથે આજે મોટી ઘાત: 'બિપોરજોય' બન્યું વધુ તીવ્ર, 140 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે વાવાઝોડું કરશે લેન્ડફોલ

Malay

Last Updated: 08:06 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Skymet's prediction for Biporjoy: વાવાઝોડા બિપોરજોયને લઈને સ્કાયમેટે કહ્યું કે, સમુદ્રમાં વાવાઝોડું વધુ રહેવાથી શક્તિશાળી બન્યું છે. બિપોરજોય વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.

 

  • વાવાઝોડાને લઈ સ્કાયમેટનું અનુમાન
  • "વાવાઝોડું વધુ શક્તિશાળી બન્યું"
  • "આજે વાવાઝોડું ગુજરાત પર ટકરાશે"

અતિશક્તિશાળી બિપોજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાને ઘમરોળવા આવી રહ્યું હોવાથી લોકોમાં ભારે ભય પ્રસરી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા આ વાવાઝોડા સામે લડત આપવા યુદ્ધસ્તરે તૈયારી કરવામાં આવી છે. જોકે, આ વાવાઝોડું દરિયાકાંઠે વસેલા ગામોમાં તાંડવ સર્જે તેવાં એંધાણ દેખાઈ રહ્યા છે. આ વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈ વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર, બિપોરજોય વાવાઝોડું વધુ શક્તિશાળી બન્યું છે. વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે પવનની ગતિ 130થી 140ની કિમીની હશે.

વાવાઝોડાના કારણે થશે અતિભારે વરસાદઃ સ્કાયમેટ
સ્કાયમેટે જણાવ્યું કે, આજે ગુજરાત પર વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે પવનની ગતિ 130થી 140ની કિમીની હશે. દરિયા કિનારા પર પવન વધુ ફૂંકાઈ રહ્યો છે. દ્વારકા, પોરબંદર, ઓખામાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે. અત્યારે વાવાઝોડામાં પવનની ગતિ 170 કિમી છે. વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થશે. વૃક્ષો ધરાશાયી થશે, વીજપોલને નુકસાન થશે.

4 કલાક ઘરની બહાર ન નીકળવાની અપીલ
અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ લોકો 4 કલાક ઘરની બહાર ન નીકળે તેવી અપીલ પણ સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત સ્કાયમેટે જણાવ્યું છે. આજે અને આવતી કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થશે. 

પવનની ગતિ 125-150 km/hની રહેશેઃ હવામાન વિભાગ
ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ 125-150 km/hની રહેશે. તેમજ અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે. કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટમાં વધુ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.  લાંબા સમય સુધી વાવાઝોડાની અસર રહેશે. દ્વારકા, ઓખા,  રાજકોટ,  જૂનાગઢમાં ભારે વરસાદ પડશે. 

ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના
આ બાબતે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ પણ ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. આગામી 24 કલાકમાં દ્વારકામાં ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. તેમજ કચ્છ, મોરબી, જામનગર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ