બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Stop fix pay..' Protest erupts after announcement of salary increase for fix pay employees, demonstration in Gandhinagar

વિરોધ / 'ફિક્સ પે બંધ કરો..' ફિક્સ પેના કર્મચારીને પગાર વધારાની જાહેરાત બાદ વિરોધનો વંટોળ, ગાંધીનગરમાં પ્રદર્શન

Vishal Khamar

Last Updated: 10:11 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં વિવિધ સરકારી વિભાગોમાં ફિક્સ પગારમાં કામ કરતા લોકોનાં પગારમાં 30 ટકાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કરાયેલ જાહેરાતને કર્મચારીઓએ લોલીપોપ સમાન ગણાવી હતી. આજે ગાંધીનગર ખાતે ફિક્સ પે ના કર્મચારીઓ દ્વારા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

  • ગાંધીનગરમાં ફિક્સ પે ના કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન
  • ફિક્સ પે નાં કર્મચારીઓએ પગાર વધારાની જાહેરાતને ગણાવી લોલીપોપ
  • ગત રોજ પણ ફિક્સ પે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું

રાજ્યનાં વિવિધ સરકારી વિભાગોમાં  ફિક્સ પગારમાં કામ કરતા લોકોનાં પગારમાં 30 ટકાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કરાયેલ જાહેરાતને કર્મચારીઓએ લોલીપોપ સમાન ગણાવી હતી. આજે ગાંધીનગર ખાતે ફિક્સ પે ના કર્મચારીઓ દ્વારા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

સમાન કામ સમાન વેતનના કાયદાનું ઉલ્લંઘન
ગત રોજ ફિક્સ પે કર્મચારીઓએ સરકારના આ નિર્ણય મુદ્દે કહ્યું કે, છ વર્ષ બાદ ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકા વધારો નજીવો કહેવાય અને સમાન કામ સમાન વેતનનો કાયદો હોવા છતાં ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાત સરકાર કર્મચારીઓ સાથે અન્યાય કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

કર્મચારીઓએ શુ કહ્યું ?
વડોદરાના કર્મચારીઓએ જણાવ્યું કે, અમે 30 ટકા વધારાના નિર્ણયને આવકારીએ છીએ પરંતુ અમારી મૂળ માંગણી ફિક્સ પગાર નાબૂદ કરવાની હતી, તે માંગણી સરકાર પૂરી કરે તો વધારે સારૂ રહેશે. વધુમાં કહ્યું કે, બંધારણમાં પણ ઉલ્લેખ છે કે, સમાન વેતન સમાન કાયદાનો નિયમ પણ છે, પરંતુ સરકાર તેને લાગુ કેમ નથી કરતી તે મોટો પ્રશ્ન છે, સરકારે આ નિયમ લાગુ કરવો જોઈએ અને આ બધી વસ્તુનું ધ્યાન રાખવો જોઈએ. તેમણે જણાવ્યું કે, ફિક્સ પેની નીતિ એ ગેરબંઘારણીય છે જે બીજા કોઈ રાજ્યમાં નથી, તો ગુજરાતના કર્મચારીઓ સાથે આવો અન્યાય શા માટે તે સૌથી મોટો પ્રશ્ન છે.  

ગત રોજ કેબિનેટની બેઠકમાં લેવાયો હતો નિર્ણય
ગત રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.

દિવાળી પૂર્વે મહત્વનો નિર્ણય
વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

કેટલો પગાર વધારો થયો
આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ