બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / stock markets updates 30th october results today sensex nifty today

મોજમાં માર્કેટ / Stock Market : શેર બજાર ફરી ફૂલ બહાર, રોકાણકારોને 5 લાખ કરોડનો ફાયદો, આ શેરોએ પકડી રફતાર

Kishor

Last Updated: 06:00 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં સોમવારે સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ રહેતા રોકાણકારો રાજી થયા હતા.

  • શેરબજારમાં સોમવારે સતત બીજા દિવસે તેજી
  •  મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ રહેતા રોકાણકારો
  • સેન્સેક્સ 330 પોઈન્ટના ઉછાળા સાથે 64,112 પર બંધ

શેર બજારના જાણે દિવાળી દેખાઈ હોય તેમ આવકારદાય તેજી જોવા મળી રહી છે. જે તેજી આજે બીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી. શેરબજારમાં આજે સોમવારે સતત બીજા દિવસે ઉછાળો જોવા મળતા રોકાણકારોને જલસા પડી ગયા હતા. બજારમાં નીચલા સ્તરેથી મજબૂત રિકવરીને કારણે મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. વાત કરવામાં આવે BSE સેન્સેક્સની તો તેમાં 330 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જેને લઈને BSE સેન્સેક્સ 64,112 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ 93 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. જેને લઈને નિફટી 19,140 પર સ્થિર થયો હતો.

શેર માર્કેટ છપ્પરફાડ: સેન્સેક્સ ફરી આટલા અંક ચડયો, રોકાણકારોની આ શેરોએ  તિજોરી ભરી | Sensex closed at 66,527 with an increase of 367 points on the  last day of July

BPCL ચાર ટકાનો વધારો
શેર બજારની મજબૂતાઈ પાછળ બેન્કિંગ, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોનો મોટો હાથ જોવા મળ્યો હતો. જ્યારે એફએમસીજી અને ઓટો સેક્ટરમાં ધાર્યા પરિણામ મળ્યા ન હતા. આ અગાઉ શુક્રવારે ભારતીય શેરબજારમાં 6 દિવસ બાદ ખરીદી દેખાઈ હતી. BSE સેન્સેક્સ 634 પોઈન્ટ ઘટીને 63,782 પર બંધ રહ્યો હતો. નિફ્ટી શેરમાં આજે BPCL ચાર ટકા, Ultratech 2.30 ટકા અને રિલાયન્સ આઈએનડી 2.30 ટકા તથા ONGC 2.3 ટકા વધ્યો હતા.

2 દિવસમાં લગભગ 5.5 લાખ કરોડ રૂપિયાનો તાગડો નફો

એક્સચેન્જના ડેટા અનુસાર વાત કરવામાં આવે તો રોકાણકારોએ 2 દિવસમાં લગભગ 5.5 લાખ કરોડ રૂપિયાનો તાગડો નફો મળ્યો છે. કારણ કે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ. 311.69 લાખ કરોડ થવા પામી છે. જે 26 ઓક્ટોબરે રૂ. 306.04 લાખ કરોડ હતી. તેમાં વધારો નોંધાતા નફો વધ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ