બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / stock market news sensex nifty jumped high railway bank shares surge

શેરબજાર / Stock Marketમાં ફરીવાર રોનક: આ શેરોમાં જોવા મળી શાનદાર તેજી, ખરીદી માટે રોકાણકારોની પડાપડી

Manisha Jogi

Last Updated: 12:15 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. SENSEXમાં 446.95 પોઈન્ટનો ઉછાળો થતા 70,817.50 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

  • શેરબજારમાં આજે તેજીનો માહોલ
  • બેન્ક નિફ્ટીમાં 239 પોઈન્ટનો વધારો
  • રેલવે અને બેન્કના શેરમાં તેજી

શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. રેલવે અને બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. SENSEXમાં 446.95 પોઈન્ટનો ઉછાળો થતા 70,817.50 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. NIFTYમાં 69 પોઈન્ટનો વધારો થતા 21,307.80 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 239 પોઈન્ટનો વધારો થતા 45,255 લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે.  

બુધવારે સેંસેક્સ ગઈકાલની સરખામણીએ 70,370.55 સ્તરની સરખામણીએ આજે 200 પોઈન્ટના ઘટાડા સાથે 70,165.49 પોઈન્ટ પર ખુલ્યો હતો. થોડા સમય પછી શેરબજારમાં તેજી આવતા સેંસેક્સમાં 400 પોઈન્ટનો વધારો થતા 70,875.72 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. નિફ્ટી આજે 21,185.25 પર ખુલ્યો હતો અને 21,316.60 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. 

1,631 શેરમાં તેજી
 નિફ્ટીના 43 શેરમાં અપર સર્કિટ અને 53 શેરમાં લોઅર સર્કિટ લગાવવામાં આવી. NSEના 1,631 શેરમાં તેજી જોવા મળી અને 530 શેરની કિંમતમાં ઘટાડો થયો છે. 71 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. 53 શેરની કિંમત 52 સપ્તાહના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. 

BSEના ટોપ 24 શેરમાં ઉછાળો
BSE SENSEX અનુસાર ટોપ 30 શેરમાંથી 24 શેરની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો. 6 શેરની કિંમતમાં ઘટાડો થયો છે. એક્સિસ બેન્ક અને એશિયન પેંટ્સમાં 3 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત SBI, ઈંડસઈંડ બેન્ક અને IT શેરની કિંમતમાં તેજી જોવા મળી છે. 

વધુ વાંચો: દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે? તો આ સરકારી સ્કીમમાં ખોલાવો એકાઉન્ટ, જમા થશે 70 લાખ સુધીનું ફંડ

રેલવેના શેરની કિંમતમાં વધારો
રેલવે સેક્ટરના સ્ટોકમાં ગઈકાલે મંદી જોવા મળી હતી. આજે આ શેર તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. NSE લિસ્ટેડ IRFCના શેરમાં 4.53 ટકાનો વધારો થતા પ્રતિ શેરે 168 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. રેલવે વિકાસ નિગમના શેરમાં 3 ટકાનો વધારો થતા 297 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. IRCTCના શેરમાં 2 ટકાનો વધારો થતા 953 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યા હતા. ઈરકોનના સ્ટોક્સમાં 2.30 ટકાનો વધારો થતા 253 રૂપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ