આજે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ એકાએક અટકી ગયું હતું, બીએસઈ સેન્સેક્સમાં સતત 11 દિવસના વધારા બાદ આજે સેન્સેક્સમાં 241 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી 20,133 સુધી ગબડી પડતા રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા હતા.
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું
રોકાણકારોના અંદાજે 50,000 કરોડ રૂપિયાનું ધોવાણ
બજાર માટે આજનો સોમવાર શુકનવંતો સાબિત ન થયો
લાંબા સમયબાદ આજે ઉઘડતા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું, સેન્સેક્સ અને નિફ્ટીના શેરોમાં ધડામ દઈને નીચે પટકાતા શેરબજારમાં રોકાણકારોના અંદાજે 50,000 કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. શેર બજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે વેપાર બંધ થયો હતો. બજાર માટે આજનો સોમવાર શુકનવંતો સાબિત થયો ન હતો અને દિવસભર બજારમાં લાલ રંગમાં જ આંકડા જોવા મળ્યા હતા. નિફટીના 12માંથી 8 સેક્ટર્સમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે PSU અને ખાનગી બેંકોએ આજે બજારની સ્થિતિ બગાડી હતી અને પાવર શેરોમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી હતી.
સ્મોલકેપ ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો
આજના વેપારમાં BSE ના સેન્સેક્સ 241.79 અંક અથવા 0.36 ટકાનો ઘટાડા સાથે 67,596,84 ના લેવલ પર બંધ થયો છે. આ સિવાય NSE ની નિફ્ટી 59.05 અંક અથવા 0.29 ટકાનો ઘટાડા સાથે 20,133.30 ના લેવલ પર બંધ થયો છે. સ્મોલકેપ ઈન્ડેક્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો અને NSE ના 860 શેરમાં માત્ર તેજીની સાથે કારોબાર જોવા મળ્યો છે અને 1367 શેરમાં ઘટાડા સાથે વેપાર જોવા મળ્યો છે. તો બેંક નિફ્ટી આજે 46,000 ના લેવલને હોલ્ડ કરી શક્યું નહિ. બેંક નિફ્ટી આજે 46,000ના લેવલને હોલ્ડ કરી શક્યું નહીં અને 252 અંક તૂટી 0.54 ટકાનો ઘટાડા સાથે 45980 ના લેવલ પર ક્લોઝ થયો છે.
સેન્સેક્સ-નિફ્ટીના શેરની શું સ્થિતિ રહી ?
સેન્સેક્સના 30 માંથી 16 શેરમાં તેજીના લીલા કલર જોવા મળ્યો અને લીલા કલરમાં જ બજાર બંધ થઇ. જયારે 14 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય NSE ની નિફ્ટી આજે લાલ અંક જોવા મળ્યા કારણ કે તેના 50માંથી 26 શેરમાં ઘટાડા સાથે વેપાર બંધ થયો હતો. તો તેના 24 શેરમાં ઘટાડો હાવી રહ્યો હતો.
નિફ્ટીના સેકટોરલ ઈન્ડેક્સની શું સ્થિતિ રહી ?
આજના નિફ્ટીના 12માંથી 8 સેક્ટરસમાં ઘટાડા સાથે વેપાર બંધ રહ્યો. સૌથી વધુ 1.37 ટકાના ઘટાડો રિયલટી સેક્ટરમાં રહી અને મીડિયા શેરમાં 1.27 ટકાની કમજોરીની સાથે વેપાર બંધ રહ્યો છે. મેટલ શેર 1.11 ટકનો ઘટાડા સાથે બંધ રહ્યો.