બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Sterling Hospital fined Rs 45 lakh by health department for charging Rs 9 lakh for surgery despite having Ayushman card

કડક કાર્યવાહી / અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને 45 લાખનો દંડ, આયુષ્યમાન કાર્ડવાળા દર્દી સાથે કર્યો હતો આવો ખેલ

Vishal Dave

Last Updated: 08:01 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોસ્પિટલે દર્દીના સગા પાસે ફોર્મ પર એવી સહી લીધી હતી કે દર્દી પાસે આયુષમાન કાર્ડ નથી અને બાદમાં ઓપરેશનની ફી તરીકે રૂપિયા 9 લાખ વસુલ્યા હતા

આયુષમાન યોજનાની ગાઈડલાઈનનો  ભંગ કરવાનું સ્ટર્લિંગ હોસ્પિટલને મોંઘુ પડ્યું છે.. સરકારે આ માટે સ્ટર્લિંગ હોસ્પિટલને 45 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હોસ્પિટલે દર્દી પાસે આયુષમાન કાર્ડ હોવા છતા ઓપરેશનના રૂપિયા 9 લાખ વસુલ્યા હતા. 

હોસ્પિટલે દર્દીના સગા પાસે ફોર્મ પર આ બાબતે સહી કરાવી હતી 

બનાવને વિગતે જોઇએ તો આયુષમાન કાર્ડનો ઉપયોગ કરી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે દર્દી પહોંચ્યો હતો.. હોસ્પિટલે દર્દીના સગા પાસે ફોર્મ પર એવી સહી લીધી હતી કે દર્દી પાસે આયુષમાન કાર્ડ નથી, અને બાદમાં ઓપરેશનની ફી તરીકે રૂપિયા 9 લાખ વસુલ્યા હતા. 

આ પણ વાંચોઃ દુનિયાએ જોયું: ભારતમાં વધી ગઈ લોકોની ઉમંર અને કમાણી, UNએ કહ્યું અદભૂત સફળતા

દર્દીએ આરોગ્ય વિભાગમાં ફરીયાદ કરી હતી 

આ મામલે દર્દીએ અમદાવાદના આરોગ્ય અધિકારીને ફરીયાદ કરતા આરોગ્ય અધિકારી એક્શનમાં આવ્યા હતા, અને સ્ટર્લિંગ હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરી હતી, જે અંતર્ગત હોસ્પિટલે દર્દી પાસેથી વસુલેલા રૂપિયા 9 લાખના 5 ગણા એટલે કે રૂપિયા 45 લાખનો દંડ હોસ્પિટલને ફટકાર્યો હતો.

આયુષમાન યોજના શું છે ?

દેશના દરેક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, જેના દ્વારા કરોડો ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગના લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મળી રહ્યો છે. કેન્દ્રની મોદી સરકારે 23 સપ્ટેમ્બર 2018ના રોજ આ યોજના શરૂ કરી હતી. 
VTV ગુજરાતી સમાચારની તમામ અપડેટ પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલને અનુસરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ