બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / steam comes out of the ground blasts occur while pouring water

સાબરકાંઠા / VIDEO: પ્રાંતિજમાં જમીનમાંથી નીકળે છે વરાળ, પાણી નાખતા થાય છે બ્લાસ્ટ, લોકોમાં કુતૂહલ

Kishor

Last Updated: 04:12 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના પ્રાંતિજમાં વરાળ નીકળતો વીડિયો વાયરલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાંતિજના નનાનપુરમાં જમીનમાંથી વરાળ નીકળતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટ્યા હતા.

  • પ્રાંતિજમાં વરાળ નીકળતો વીડિયો વાયરલ
  • ફાયર વિભાગે પાણી નાખતા સામાન્ય બ્લાસ્ટ થયો
  • બ્લાસ્ટ થતાં ફાયર ઓફિસર અને એક મહિલા દાઝ્યા

સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તરમાં વરાળ નીકળતી રહસ્યમય ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો અચરજમાં મુકાયા છે. પ્રાંતિજના નનાનપુરમાં જમીનમાંથી વરાળ નીકળતી હોવાનો આ વીડિયો સામે આવતા આ ઘટનાની વાત વાયુવેગે ફેલાઈ હતી. જેથી ઘટના નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતા. આથી ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પાણી નાખતા બ્લાસ્ટ

બીજી બાજુ આ ઘટનાની જાણ ફાયર વિભાગ અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ફાયર વિભાગ પણ દોડી ગયો હતો. આ દરમિયાન ફાયર વિભાગ દ્વારા વરાળ પણ પાણી નાખવામાં આવ્યું હતું. જે દરમિયાન સામાન્ય બ્લાસ્ટ પણ થયો હતો. આ બ્લાસ્ટમાં ફાયર ઓફિસર દાજી જતા તેઓ ઘાયલ થયા હતા. તો બીજી તરફ બ્લાસ્ટને લઈને એક મહિલા પણ પગમાં દાઝ્યા હતા. આથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.આ ઘટનાને લઈને લોકોમાં ક્ષણિક ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. 

જેસીબી બોલાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી

મહત્વનું છે કે આ ઘટનાનું કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ લીકેજ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણકે પ્રાંતિજ આસપાસ ફેક્ટરી વિસ્તાર આવેલો છે જેમાં કેમિકલ વાળું પાણી જમીનમાં ઉતારી હોય જેના પરિણામે જમીનમાંથી ગેસ બહાર આવી રહ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આથી તંત્ર દ્વારા જેસીબી બોલાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી સ્પષ્ટ કારણ જાણવા મથામણ કરવામાં આવી રહી છે. જ્યા પાણીના ટેન્કર અને જેસીબી મારફતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ