બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / state shayar munawwar rana died at 71 year age stwn

અનંતની સફર / 'આ દેશની માટી પણ માં કહેવાય છે'..લોકપ્રિય શાયર મુનવ્વર રાણાનું નિધન, બીમારી સાથે લડતા લડતા 71 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Dinesh

Last Updated: 12:07 AM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

shayar munawwar rana: મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા, લાંબી માંદગી બાદ તેમનુ નિધન થયું છે

  • શાયર મુનવ્વર રાણાનું લાંબી માંદગી બાદ નિધન
  • મુનવ્વર રાણાએ લખનૌના SGPGI ખાતે અંતિમ શ્વાસ લીધા
  • તેઓ કિડનીની બિમારીથી પીડિત હતાં

પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા, અત્રે જણાવીએ કે, તેમણે લખનૌના SGPGI ખાતે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધન અંગે તેમના પુત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. મુનવ્વરને તેમની તબિયત બગડતાં 9 જાન્યુઆરીએ લખનૌના SGPGIમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડાયાલિસિસ કરાવવું પડતું હતું
શાયર મુનવ્વર રાણાની તબિયત બગડી ત્યારે તેમને સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એટલે કે SGPGI દાખલ કરવામાં આવ્યા હતા. જેના પહેલા તેમને બે દિવસ સુધી લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મુનવ્વર રાણા લાંબા સમયથી કિડની ફેલ્યોરથી પીડાતા હતા. જેઓને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. 

વાંચવા જેવું: માલદીવમાં આર્મી કેમ તૈનાત, કેટલા જવાનો? મુઈઝ્ઝુની ડેડલાઈન પછી ભારત હટાવશે આર્મી? મોટા સમાચાર

2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં
તેઓ કિડનીની બિમારીથી પીડિત હતા. પાપ્ત માહિતી મુજબ તેઓ અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવતા હતા. તાજેતરમાં જ તેમને છાતીમાં દુખાવો ઉપડતા ડોક્ટરો પાસે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે તેઓ ન્યુમોનિયાથી પીડિત હતા. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમના દ્વારા લખાયેલી કવિતા શાહદાબા માટે તેમને 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ