બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / State Election Officer Anpum Anand replaced, 2005 IAS officer P. Bharti appointed

વહેલા ચૂંટણી? / BIG NEWS: ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની બદલી, પી.ભારતીની નિમણૂંક

Vishnu

Last Updated: 11:24 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પહેલા રાજ્યના ચૂંટણી અધિકારી અનપુમ આનંદની રાતોરાત બદલી, 2005ના IAS અધિકારી પી.ભારતી થઈ નિમણૂક

  • વહેલી વિધાનસભા ચૂંટણીની અટકળો વચ્ચે મોટા સમાચાર 
  • રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની બદલી
  • નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પી.ભારતીની નિમણુંક

ગુજરાતમાં રાજકિય માહોલ જામી ચૂક્યો છે વહેલી ચૂંટણીની વાતો પણ વહેતી થઈ છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી  અનપુમ આનંદને રાતોરાત બદલી કાઢવામાં આવ્યા છે. તેમના સ્થાને નવા ચૂંટણી અધિકારી તરીકે 2005ના IAS અધિકારી પી. ભારતીની નિમણૂક કરી દેવામાં આવી છે.

અનપુમ આનંદની બદલી
મૂળ બિહારના વતની એવા અનુપમ આનંદ 2000ની બેચના IAS કેડરના અધિકારી છે. અગાઉ તેઓ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જામનગર મ્યુનિસિપલ કમિશનર અને ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બચાવી ચૂક્યાંહતા જે બાદ વર્ષ 2021ના મે મહિનામાં તેમની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામા આવી હતી.જે બાદ હવે તેમની બદલી કરી નાખવામાં આવી છે તેમની જગ્યાએ 2005ના IAS અધિકારી પી.ભારતીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

વહેલી ચૂંટણીના અનેક સંકેત
ગુજરાતમાં ચૂંટણીને લઈને ત્રણ દિવસમાં રહસ્ય ઉકેલાય તેવી શક્યતા સેવાઇ છે. વહેલી ચૂંટણી થશે કે નહી તે અંગે ત્રણ દિવસમાં પ્રશ્નોના જવાબ મળશે. કલેક્ટર ઓફિસથી સરકારી કર્મચારીઓની વિગતો મંગવાઈ રહી છે. સરકારી કર્મચારીઓનું હાલનું સરનામું, વતનનું સરનામું વગેરે જેવી માહિતી ચૂંટણી પંચ મગાવી રહ્યું છે. મહત્વનું છે કે ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ બેલેટથી મતદાન કરે તે માટે આ વિગતો જરૂરી હોય છે. જેથી કલેક્ટર કચેરીઓમાંથી જિલ્લા-શહેરોમાં કામ કરતા કર્મચારીઓના ચૂંટણીકાર્ડ નંબર પણ મંગાવવામાં આવ્યા. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપને જણાવી દઈએ કે 14મી વિધાનસભાની ટર્મ ડિસેમ્બર 2022માં પૂર્ણ થાય છે.

ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી ચૂંટણી પંચે મંગાવી માહિતી હતી
રાજ્યમાં વહેલી ચૂંટણીને લઇ વધુ અન્ય એક સંકેત મળ્યા હતા. ચૂંટણી પંચે ચૂંટણીમાં ફરજ માટે કર્મચારીઓની યાદી મંગાવી લીધી હતી. ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી ઈલેક્શનમાં જરૂર પડે તેવી તમામ માહિતી આપવા આદેશ કરવામાં આવ્યા હતા. 13 એપ્રિલ સુધી તમામ વિગત ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે.

વહેલી ચૂંટણી યોજવાના સંકેત

  • PM મોદી અને અમિત શાહના સતત ગુજરાત પ્રવાસ વધ્યા
  • 18 થી 20 એપ્રિલ સુધી પીએમ મોદીએ કર્યો ગુજરાત પ્રવાસ
  • UPની જીત બાદ બીજા જ દિવસે અમદાવાદમાં 2 દિવસમાં PM મોદીના 3 રોડ શો થયા
  • બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં ધારાસભ્યોનું ફોટો સેશન થયું
  • સામાન્ય રીતે ફોટો સેશન છેલ્લા સત્રમાં થતું હોય છે
  • ચોમાસુ સત્ર બાકી છતાં  ફોટો સેશન થયું
  • તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટ મોકૂફ રાખવાનો દિલ્લીથી નિર્ણય લેવાયો
  • PM મોદીનો ફરી આદિવાસી વિસ્તારમાં પ્રવાસ
  • મોદી-શાહની ગુજરાતના સાંસદો સાથે બેઠક
  • ચૂંટણીપંચે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ કરી
  • ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી કમર્ચારીઓની યાદી મંગાવી

ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓના ચૂંટણીકાર્ડ નંબર, હાલનું સરનામું, વતનનું સરનામું જેવી વિગતો મંગાવવામાં આવી
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે.મોંઘવારીના માર સામે કોંગ્રેસે મુદ્દા ઉઠાવ્યા છે.તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ શિક્ષણના સળગતા મુદ્દામાં સરકારને સમાધાનકારી નિર્ણય લેવા ફરમાન કર્યુ છે.એક તરફ ભાજપ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને આગળ વધી રહી છે અને આમ જનતાને રાહત આપવા માટે પ્રયાસ કરી રહી છે..ખેડૂતોની વીજળીનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય કે પછી હોય રોજગારીની વાત, તમામ મુદ્દાઓ પર સરકાર સક્રિય થઈ છે અને જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહી છે.પાર્ટીઓની સક્રિયતાને જોતા એ સવાલ ચોક્કસ ઉભો થાય, કે શું ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી રહી છે?.રાજકીય પક્ષો ચૂંટણી માટે તૈયાર થઈ ગયા છે.?.જો વહેલી ચૂંટણી યોજાય તો જનતા સામે શું પડકાર હોઈ શકે?

વહેલી ચૂંટણીના રાજકીય કારણો

  • નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તો તૈયારીનો સમય ન મળે
  • પંજાબ બાદ આમ આદમી પાર્ટીની ગુજરાત પર નજર
  • ભાજપ માટે હાલ ગુજરાતમાં રાજકીય માહોલ સારો
  • ભાજપના આંતરિક સર્વેમાં હાલ ચૂંટણી થાય તો સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બને
  • ભાજપે ગત મહિનાથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી
  • રાજ્યમાં એન્ટિઈન્કમબન્સીનો માહોલ ઉભો ન થાય 
  • હાલમાં નવી સરકારની છાપ લોકોમાં સારી
  • સ્વચ્છ શાસન અને કડકાઈની છાપનો રાજકીય લાભ મળી શકે

કોંગ્રસ અને AAPને વહેલી ચૂંટણી આવે તો કાઠું કાઢવું મોંઘું પડે
જો વહેલી ચુંટણી પાછળ યોજાય તો  કોંગ્રેસને સમય મળે નહી અને કોગેસ સિનિયરો અને સંગઠન સૌથી મોટો પડકારસાબિત થઇ શકે છે.તેમજ ગુજરાતની જનતાએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPને એક તક આપી છે તેમજ પંજાબમા સતા મેળવીને હવે ગુજરાત માટે તૈયારીઓ કરી રહ્યા છે,જેમાં આપને વધુ સમય આપએ પણ ન મળે તેવા સમીકરણ પણ જોવાઈ રહ્યા છે.પરતું હાલ તો ભાજપ તૈયારી ચાલી રહી છે, તે જોતાં  આગામી મહિનામાં ચૂંટણી અટકળો તેજ બની છે.ત્યારે હવે ક્યારે ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાય છે, અને કોણ બાજી મારે છે, તે તો જોવું જ રહ્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ