બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Start the new year with these resolutions, your year 2024 will be good and you will get success

વેલકમ 2024 / નવા વર્ષની શરૂઆત કરો આ 6 સંકલ્પોથી, તમારું જીવન રહેશે હર્ષોલ્લાસ ભર્યું, સફળતા સામે આવી સિદ્ધિ અપાવશે

Pooja Khunti

Last Updated: 04:35 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Year's resolutions: નવા વર્ષની શરૂઆત થવાની છે. તેવામાં ઘણાં લોકો નવા વર્ષનાં સંકલ્પો લઈ રહ્યાં હશે. નવા સંકલ્પો તેમને નવી સફળતાં અને સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થશે. 2024ની શરૂઆત કરો આ નવા સંકલ્પો સાથે.

  • સ્વસ્થ જીવનશૈલી અપનાવો 
  • પરિવારને મહત્વ આપો 
  • ડાયરી લખવાની આદત પાળો

2023 ને વિદાય આપવાનો અને નવા વર્ષને સ્વાગત કરવાનો સમય નજીક આવી ગયો છે.  નવું વર્ષ લોકો માટે કેટલીક ઉમ્મીદ લઈને આવતું હોય છે.  ઘણાં લોકો તેમનાં જીવનમાં સારા બદલાવ માટે નવા વર્ષનાં સંકલ્પો લેતાં હોય છે. જેને ન્યૂ યર રિઝોલ્યુશન પણ કહેવામાં આવે છે. જે આવતાં સમયમાં તેમને જીવનમાં આગળ વધવા, નવી સફળતાઓ મેળવવાં, સ્વાસ્થ્યને સારું બનાવવાં અને સંબંધોને સુધારવા માટે મદદરૂપ થશે. 

વર્ષની શરૂઆત કરો કઇંક આવા રિઝોલ્યુશન સાથે 

સ્વસ્થ જીવનશૈલી 
ખરાબ જીવનશૈલીનાં કારણે બીમારીઓ વધી રહી છે.  એટલાં માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લો.  જેમાં પૌષ્ટિક આહાર લો, સમયસર ઊંઘી જાઓ અને વ્યાયામ કરો.  2024માં આ બાબતોને ધ્યાનથી અનુસરી,  તમે તમારાં આવનારાં ભવિષ્યને સારું બનાવી શકો છો.  તમે સ્વસ્થ હશો ત્યારે જ આગળ વધી શકશો. 

તણાવથી બચવું 
આજ દરેકનાં જીવનમાં કોઈને કોઈ ચિંતા તો છે.  જેને વારંવાર વિચારવાથી લોકો માનસિક સમસ્યાનાં શિકાર બની જાય છે.  એવા માટે વાતને નકારાત્મક રીતે વિચારવાની જગ્યાએ તેનાં સમાધાન વિશે વિચારો. મગજમાં આવતાં નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. તેના માટે તમે અલગ-અલગ ટેક્નિક અપનાવી શકો છો. 

ધુમ્રપાનથી દૂર રહો 
જ્યારે માણસ કઇંક કરવાનું નક્કી કરી લે, ત્યારબાદ ભલે કોઈ પણ સમસ્યાઓ આવે પણ તે ધારેલું કામ કરીને જ રહે છે.  એવામાં ધુમ્રપાનને છોડવું શું કોઈ મોટી વાત હોય શકે? આપ સૌ કોઈ જાણો જ છો કે ધુમ્રપાનથી સ્વાસ્થ્યને કેટલું નુકશાન થાય છે.  આ વર્ષે એક સંકલ્પ ધુમ્રપાનને છોડવાનો લો. 

પરિવારને મહત્વ આપો 
લોકો કામમાં એટલાં વ્યસ્ત હોય છે કે તેમની પાસે પરિવારને આપવા માટે પૂરતો સમય પણ નથી હોતો.  જેનાં કારણે લોકોનાં સંબંધો પર ખરાબ અસર પડે છે.  લોકો એકબીજાથી દૂર થવાં લાગે છે. એટલાં માટે દરરોજ થોડો સમય પરિવાર સાથે વિતાવો. બની સકે તો થોડાં દિવસની રજા લઈ પરિવાર સાથે બહાર ફરવાં જવું. 

ડાયરી લખવાની આદત પાળો 
ડાયરી લખવાની આદત તમને ખૂબ જ કામ આવશે. એવાં માટે દરરોજનાં કામની યાદી બનાવી તેને લખવાનું રાખો. દિવસ દરમિયાન થયેલી વાતો ડાયરીની અંદર લખી શકો.  આ બધું લખવાના કારણે તમને સારું લાગશે. 

ધ્યેય નક્કી કરો 
વર્ષની શરૂઆતમાં તમે નક્કી કરેલી બાબતો પર ધ્યાન આપો. દરરોજ તેનાં પર કામ કરો.  આવું કરવાથી તમને ચોક્કસ સફળતાં મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ