બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / SRK gave a funny reaction to the fan's question 'Saath mein cigaret pine chaloge kyan?', see tweet

ગપશપ / 'સાથ મેં સિગારેટ પીને ચલોગે ક્યાં?', ફેન્સ આ સવાલ પર SRKએ આપ્યું મજેદાર રિએક્શન, જુઓ ટ્વિટ

Megha

Last Updated: 09:46 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં 31 વર્ષ પૂર્ણ કર્યા છે. ટ્વિટર પર અભિનેતાએ ASK Srk સેશન યોજ્યું હતું જેમાં ફેને ટ્વિટ કરીને લખ્યું, 'શું તમે સાથે સિગારેટ પીશો?' તેનો જવાબ SRKએ કઈંક આ રીતે આપ્યો

  • શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં 31 વર્ષ પૂર્ણ કર્યા છે
  • ટ્વિટર પર અભિનેતાએ ASK Srk સેશન યોજ્યું હતું
  • ફેને શાહરૂખને સિગારેટની ઓફર કરી હતી

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં 31 વર્ષ પૂર્ણ કર્યા છે. શાહરુખ ખાને ફિલ્મ દિવાનાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. હવે આ ખાસ અવસર પર, અભિનેતાએ ASK Srk સેશન યોજ્યું હતું. આ દરમિયાન તમામ ચાહકોએ તેને સવાલો પૂછ્યા જેના જવાબ અભિનેતાએ તેના મોજીલા અંદાજમાં આપ્યા હતા. 

ફેને શાહરૂખને સિગારેટની ઓફર કરી હતી
આ સેશન દરમિયાન એક ફેને શાહરૂખ ખાનને સિગારેટ પીવાની ઓફર કરી હતી. ફેને ટ્વિટ કરીને લખ્યું, 'શું તમે સાથે સિગારેટ પીશો?' જવાબમાં શાહરૂખે લખ્યું, 'હું મારી ખરાબ આદતો એકલો જ કરું છું.' શાહરૂખના આ જવાબે ચાહકોનું દિલ જીતી લીધું. અભિનેતાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

આ સિવાય એક ફેને પૂછ્યું કેદિવાનાના સેટમાંથી એક એવી કઈ વસ્તુ છે જે તમે ક્યારેય નહીં ભૂલી શકો? તેના પર શાહરૂખે કહ્યું, 'દિવ્યાજી અને રાજ જી સાથે કામ કરવાનો અનુભવ'. અન્ય એક ચાહકે શાહરૂખને પૂછ્યું કે તેણે જવાનને જોવા માટે કેવી રીતે તૈયારી કરવી જોઈએ અને શું તેણે પાટો પહેરીને ફિલ્મ જોવા માટે થિયેટરમાં જવું જોઈએ. આના પર શાહરૂખે જવાબ આપ્યો, "નહી બેટે જવાન કે દિન જવાની કે જોશ મેં થિયેટર પર જાના હૈ!"

શાહરૂખ ખાનનું વર્કફ્રન્ટ
જણાવી દઈએ કે શાહરૂખ ખાન 4 વર્ષ બાદ ફિલ્મ પઠાણથી મોટા પડદે પરત ફર્યો હતો. આ ફિલ્મને ચાહકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પછી અભિનેતા ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ જવાનમાં જોવા મળશે. ફિલ્મમાં નયનતારા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય એક્ટર ડંકી ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ