બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Special conversation with Police Commissioner VTV NEWS in charge of ISKCON Bridge accident case

અમદાવાદ / ઇસ્કોન બ્રિજ અકસ્માતના બીજા જ દિવસે બૂમો પાડી-પાડીને હોંશિયારી મારતા પ્રજ્ઞેશ પટેલનું જુઠ્ઠાણું પકડાયું, ઈન્ચાર્જ CPએ કર્યો મોટો ખુલાસો

Malay

Last Updated: 04:13 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iskcon Bridge Accident Case: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહે કર્યો મોટો ખુલાસો. તેમણે કહ્યું, અક્સમાતની પોલીસને પ્રજ્ઞેશ પટેલે નહીં હોસ્પિટલે આપી હતી જાણકારી.

  • ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે ઈન્ચાર્જ CPની પ્રતિક્રિયા
  • અકસ્માતની જાણકારી પોલીસને હોસ્પિટલમાંથી મળીઃ પ્રેમવીરસિંહ
  • 'પ્રજ્ઞેશ પટેલે પોલીસને જાણકારી આપી ન હતી'

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ ઇસ્કોન બ્રિજ પર એક અઠવાડિયા પહેલા થયેલા અમદાવાદના સૌથી મોટા અકસ્માતકાંડમાં આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરતા જ ન્યાયની લડાઇનો આરંભ થઈ ગયો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહે VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. 

1700 પાનાની ચાર્જશીટ કરાઈ રજૂઃ પ્રેમવીરસિંહ
ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહે જણાવ્યું કે, બુધવારે રાત્રે ગોઝારો અકસ્માત થયો હતો. આરોપીએ ફૂલસ્પીડમાં કાર ચલાવીને 9 લોકોના જીવ લીધા હતા. જે બાદ આરોપીને કડક સજા થાય તે માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની છેલ્લા સાત દિવસથી તપાસ ચાલી રહી હતી. આજે કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ અકસ્માત કેસમાં 8 સાક્ષીઓના 164 મુજબ નિવેદન લેવામાં આવ્યા છે. જેનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરાયો છે.

 પ્રેમવીરસિંહ ( ઈન્ચાર્જ પોલીસ કમિશનર, અમદાવાદ)

'કાર ઓવરસ્પીડમાં EDR સિસ્ટમમાં આવ્યું સામે'
તેમણે જણાવ્યું કે, અકસ્માત સમયે કાર ઓવરસ્પીડમાં હોવાનું EDR સિસ્ટમમાં સામે આવ્યું છે. જે હોસ્પિટલમાં તથ્ય દાખલ હતો તો ત્યાં પણ પોલીસકર્મી મૂકાયા હતા. અકસ્માતના 3 કલાકમાં પોલીસે બ્લડ સેમ્પલ લીધા હતા. 

પ્રજ્ઞેશ પટેલે નહીં હોસ્પિટલમાંથી મળી હતી જાણકારીઃ પ્રેમવીરસિંહ 
પ્રેમવીર સિંહે વધુમાં જણાવ્યું કે, જેગુઆર ગાડી ખરીદ્યાના 48 દિવસ બાદ ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, આ બાબતે પણ અમે કાર્યવાહી કરીશું. અંતે તેઓએ જણાવ્યું કે આ અકસ્માતની જાણકારી પોલીસને પ્રજ્ઞેશ પટેલે આપી ન હતી, પોલીસને હોસ્પિટલમાંથી જાણકારી મળી હતી. આપને જણાવી દઈએ કે, અકસ્માતના બીજા દિવસે જેગુઆર કાર ચાલક તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ તેના નબીરાને બચાવવા આગળ આવ્યા હતા. ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં પ્રજ્ઞેશ પટેલે કહ્યું હતું કે, 'મેં પોતે જ પોલીસને સામેથી ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી અને મારા પુત્રને સિમ્સ હોસ્પિટલ લઈ જાઉં છું તેમ કહ્યું હતું.'

પ્રજ્ઞેશ પટેલે કહ્યું હતું- મેં જ પોલીસને કરી હતી જાણ
પ્રજ્ઞેશ પટેલે કહ્યું હતું કે,  'મને જાણ થતાં જ હું ઇસ્કોન બ્રિજ ખાતે પહોંચી ગયો હતો. ત્યાં જઈને જોયું તો ઘણા બધા માણસો ઊભા હતા અને મારો દીકરો લોહી-લુહાણ થઈ ગયો હતો. એટલે તેને કારમાં બેસાડીને હું નીકળી ગયો. મેં જ પોલીસને ફોન કર્યો કે મારા દીકરાથી અકસ્માત થયો છે. હું તેને લઈને સિમ્સ હોસ્પિટલ જાઉં છું.'
 
બુધવારે રાત્રે શું બની હતી ઘટના? 
બુધવારે (19 જુલાઈ) રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 140થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સાથે જ યુવક સાથે કારમાં સવાર અન્ય યુવક-યુવતીઓની પણ પોલીસે અટકાયત કરવામાં આવી હતી. કોર્ટે કારચાલકના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ