બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / SP leader Azam Khan, family handed 7-year jail term in fake birth certificate case

ક્રાઈમ / BIG NEWS : સપાના સિનિયર નેતા આઝમ ખાન, પત્ની-પુત્રને સાત-સાત વર્ષની સજા, કયા ગુનામાં જેલ ગયા?

Hiralal

Last Updated: 03:10 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને રામપુર એમપી-એમએલએ કોર્ટે નકલી પ્રમાણપત્ર કેસમાં 7 વર્ષની સજા સંભળાવી છે.

  • સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા આઝમ ખાનને ઝટકો
  • નકલી પ્રમાણપત્ર કેસમાં તેમને, પત્ની અને પુત્રને 7-7 વર્ષની સજા
  • ત્રણેય કોર્ટમાંથી સીધા જેલ લઈ જવાયા

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આઝમ ખાન, તેમની પત્ની તંજીમ ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને નકલી જન્મ પ્રમાણપત્રના કેસમાં સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. અહીંથી ત્રણેયને સીધા જેલમાં લઈ જવામાં આવ્યાં હતા. 

શું હતો કેસ 
નકલી જન્મ પ્રમાણપત્રનો આ કેસ 2017ની યુપી વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. ત્યારે અબ્દુલ્લા આઝમ રામપુરની સ્વાર વિધાનસભા સીટથી સપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં પણ તેમની જીત થઇ હતી. પરંતુ ચૂંટણી પરિણામો બાદ તેમની સામે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે અબ્દુલ્લા આઝમની ઉંમર બરાબર એટલી નથી જેટલી તેમણે ચૂંટણી ફોર્મમાં કરી હતી. અબ્દુલ્લાએ ધારાસભ્યની ચૂંટણી લડવા માટે ઉંમરના માપદંડને પૂરા કર્યા નથી. શૈક્ષણિક પ્રમાણપત્રમાં અબ્દુલ્લાની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1993 છે, જ્યારે જન્મ પ્રમાણપત્રના આધારે તેમના જન્મ પ્રમાણપત્રનો ઉલ્લેખ 30 સપ્ટેમ્બર, 1990 કરવામાં આવ્યો છે. આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી શરૂ થઈ અને અબ્દુલ્લાએ રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ નકલી હોવાનું જણાયું હતું. આ પછી સ્વાર બેઠક પરથી તેમની ચૂંટણી રદ કરવામાં આવી હતી.

અબ્દુલ્લા પર બે અલગ અલગ પ્રમાણપત્રો હોવાનો આરોપ 
અબ્દુલ્લા પર આરોપ છે કે તેણે પોતાના પહેલા જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવ્યો હતો અને વિદેશ પ્રવાસ કર્યો હતો તેમજ બીજા પ્રમાણપત્રનો ઉપયોગ સત્તાવાર હેતુ માટે કર્યો હતો. આ ઉપરાંત જૌહર યુનિવર્સિટી માટે પણ તેના પર ઉપયોગ કરવાનો આરોપ છે. આરોપ મુજબ અબ્દુલ્લા આઝમ પાસે બે અલગ-અલગ બર્થ સર્ટિફિકેટ છે. રામપુર નગરપાલિકા દ્વારા 28 જૂન, 2012ના રોજ એક જારી કરવામાં આવી છે, જેમાં રામપુરને અબ્દુલ્લાનું જન્મસ્થળ બતાવવામાં આવ્યું છે. જાન્યુઆરી 2015માં બીજું જન્મ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું, જેમાં લખનઉને તેમનું જન્મસ્થળ બતાવવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ