બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / south africa vs india fans abused my wife dismissing surya kumar yadav said tabraiz shamsi

સ્પોર્ટ્સ / લોકોએ મારી પત્નીને ગાળો આપી...: સૂર્યાની વિકેટ લેનાર બોલર સાથે ફેન્સ કરી રહ્યા છે દુર્વ્યવહાર, કહ્યું- મેં તો સેલિબ્રેશન પણ બંધ કરી નાંખ્યું હતું...

Manisha Jogi

Last Updated: 01:44 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યાકુમાર યાદવ T20I સીરિઝમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતા. આ સીરિઝમાં તબરેઝ શમ્સીએ સૂર્યાકુમાર યાદવને આઉટ કર્યો હતો. તબરેઝ શમ્સીએ જણાવ્યું કે, ફેન્સે તેમની સાથે દુર્વ્યવહાર કરવાની તમામ હદ પાર કરી દીધી છે.

  • તબરેઝ શમ્સીએ સૂર્યાકુમાર યાદવને આઉટ કર્યો હતો
  • ‘ફેન્સે દુર્વ્યવહારની તમામ હદ પાર કરી દીધી’
  • તબરેઝ શમ્સીએ સૂર્યાકુમાર યાદવને આઉટ કર્યો હતો

સૂર્યાકુમાર યાદવના ફેન્સને લાગે છે કે, સૂર્યકુમાર તમામ મેચમાં સારા રન કરશે. હંમેશા આ પ્રકારે થઈ શકતું નથી. અનેક બોલર્સ સૂર્યા પર ભારે પડે છે. સૂર્યાકુમાર યાદવ T20I સીરિઝમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતા. આ સીરિઝમાં તબરેઝ શમ્સીએ સૂર્યાકુમાર યાદવને આઉટ કર્યો હતો. 

તબરેઝ શમ્સીએ જણાવ્યું કે, ફેન્સે તેમની સાથે દુર્વ્યવહાર કરવાની તમામ હદ પાર કરી દીધી છે. 12 ડિસેમ્બરના રોજ T20Iની બીજી મેચ રમવામાં આવી હતી. તબરેઝ શમ્સીએ આ મેચમાં સૂર્યાની વિકેટ લીધી હતી અને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યું હતું. ત્યારપછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તબરેઝ શમ્સી અને તેના પરિવારને અભદ્ર શબ્દો કહેવામાં આવ્યા હતા. 

તબરેઝ શમ્સી જણાવે છે કે, ‘આ બાબતને નેગેટીવ રીતે લેવામાં આવી, જે ખૂબ જ અપમાનદનક છે. જે અત્યાર સુધીની સૌથી ખરાબ વાત છે. મારી પત્નીને ગાળો આપવામાં આવી, જે ખૂબ જ ખરાબ છે. આવું ના કરવું જોઈએ. પ્લેયર્સની થોડી ઘણી મજા લો તો તે ઠીક છે, પણ પરિવારને શામેલ ના કરવો જોઈએ. ઊંઘી ચત્તી વાતો કરવી તે ઠીક નથી. ફેન્સને એવું લાગે છે કે, પ્લેયર્સ ચૂપ રહે તો તેઓ કંઈપણ કહી શકે છે. આ વ્યવહારમાં બદલાવ કરવો જરૂરી છે. અમે અમારું બેસ્ટ પર્ફોર્મન્સ આપીએ છીએ. કદાચ તમારી ટીમ જીતી ના શકે અને તમે કોઈ બાબતે સહમત ના હોઈ શકો. પરંતુ તમારે માણસની જેમ વર્તન કરવું જોઈએ, જાનવરની જેમ ના રહી શકો.’

સૂર્યાકુમાર યાદવને આઉટ કર્યા પછી તબરેઝ શમ્સીએ શૂઝ કાઢીને ફોન કરવાની એક્ટીંગ કરી હતી. જે બાબતે તેમણે પછીથી જણાવ્યું હતું કે, ‘મેં આ સેલિબ્રેશન કરવાનું બંધ કરી દીધું હતું. તેમ છતાં બાળકો મને આ પ્રકારે કરવાનું કહે છે, જેથી હું તેમને નિરાશ ના કરી શકું. સૂર્યાકુમાર યાદવ એક સારા પ્લેયર છે. ’

T20I સીરિઝ પછી બંને ટીમોએ વન ડે સીરિઝ રમી હતી, હવે બે મેચની ટેસ્ટ સીરિઝ રમવામાં આવી રહી છે. ટેસ્ટ સીરિઝની પહેલી મેચ સેન્ચ્યુરિયનમાં મંગળવારે 26 ડિસેમ્બરે રમવામાં આવી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરી હતી. ભારતે 8 વિકેટ પર 208 રન કર્યા હતા, કે.એલ.રાહુલ 70 રન કરીને અણનમ રહ્યા હતા.


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ