બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Sonu Sood Appeals to People Not to Share Objectionable Videos from Chandigarh University

નિવેદન / ચંદીગઢ યુનિવર્સિટીના અશ્લીલ વીડિયો પર સોનુ સૂદે આપી પ્રતિક્રિયા, લોકોને કરી મોટી અપીલ

Hiralal

Last Updated: 05:33 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદીગઢ યુનિવર્સિટીના કહેવાતા વાંધાજનક વાયરલ વીડિયો પર બોલીવુડ અભિનેતા સોનુ સુદે પ્રતિક્રિયા આપતા લોકોને મોટી અપીલ કરી છે.

  • ચંદીગઢ યુનિવર્સિટીના અશ્લીલ વીડિયો પર બોલ્યાં સોનુ સૂદ 
  • કહ્યું- ચંદીગઢ યુનિવર્સિટીની ઘટના ઘણી દુર્ભાગ્યપૂર્ણ
  • આપણે આપણી બહેનોના પક્ષમાં ઊભું રહેવું જોઈએ

ચંદીગઢ યુનિવર્સિટીની 60 છોકરીઓના વાંધાજનક વાયરલ વીડિયોને લઈને બબાલ મચી છે ત્યારે હવે બોલિવુડ અભિનેતા સોનુ સુદે પણ લોકોને છોકરીઓની પડખે ઊભા રહેવાની અપીલ કરી છે. સોનુએ રવિવારે ટ્વીટ કર્યું, "ચંદીગઢ યુનિવર્સિટીમાં જે થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી બહેનોની પડખે ઊભા રહીએ અને એક જવાબદાર સમાજનું ઉદાહરણ પૂરું પાડીએ. 

વાયરલ વીડિયોને શેર ન કરો
સોનુ સુદે લોકોને છોકરીઓનો વીડિયો સોશિયલ મીડિયા, વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમ પર શેર ન કરવાની પણ અપીલ કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે, "આ આપણા માટે કસોટીનો સમય છે... જવાબદાર બનો, પીડિતો માટે નહીં. 

ચંદીગઢ યુનિ.માં છોકરીએ 60 છોકરીઓનો વાંધાજનક વીડિયો બનાવીને બોયફ્રેન્ડને મોકલ્યો 
ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલની એક વિદ્યાર્થિનીએ લગભગ 60 જેટલી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવીને શિમલામાં રહેતા એક છોકરાને મોકલ્યો હતો. છોકરાએ કથિત રીતે વીડિયો ઓનલાઇન અપલોડ કર્યો હતો. હોસ્ટેલના વોર્ડન અને અન્ય છોકરીઓએ જ્યારે આરોપી છોકરીને પૂછ્યું તો તેણે સ્વીકાર્યું કે આ વીડિયો શિમલામાં રહેતા એક છોકરાને મોકલવામાં આવ્યો છે.

વાયરલ વીડિયો બાદ કોઈ છોકરીએ આપઘાતનો પ્રયાસ કર્યો નથી- પોલીસ 
વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ 60માંથી ઘણી છોકરીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેવો દાવો પોલીસે ખોટો ગણાવ્યો છે. મોહાલીના એસએસપીએ કહ્યું હતું કે આ વિદ્યાર્થીનીનો વીડિયો શૂટ કરવાનો અને શેર કરવાનો મામલો છે. આરોપી વિદ્યાર્થી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાથી સંબંધિત કોઈ મોતના સમાચાર નથી. મેડિકલ રેકોર્ડ મુજબ, કોઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો ન હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ