બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / sonnalli seygall got married with boyfriend ashesh sajnani photos goes viral

મનોરંજન / 'પ્યાર કા પંચનામા' ફેમ Sonnalli Seygall લગ્નના બંધનમાં બંઘાઈ, બિઝનેસમેન સાથે લીધા સાત ફેરા

Manisha Jogi

Last Updated: 04:16 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેત્રી સોનાલી સહગલ દુલ્હન બની ગઈ છે. અભિનેત્રી આશીષ સજનાની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સોનાલીનો દુલ્હનના પરિવેશનો લુક સામે આવ્યો છે.

  • અભિનેત્રી સોનાલી સહગલ દુલ્હન બની 
  • આશીષ સજનાની સાથે કર્યા લગ્ન
  • અભિનેત્રીનો આ લુકમાં વિડીયો વાયરલ

બોલીવુડ અભિનેત્રી સોનાલી સહગલ દુલ્હન બની ગઈ છે. તે ઘણા સમયથી બિઝનેસમેન આશીષ સજનાનીને ડેટ કરી રહી હતી. અભિનેત્રી આશીષ સજનાની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સોનાલી અને આશીષ છેલ્લા 5-6 વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે બન્નેએ ક્યારેય ખુલીને પોતાના રિલેશનનો સ્વીકાર નથી કર્યો. સોનાલીનો દુલ્હનના પરિવેશનો લુક સામે આવ્યો છે. અભિનેત્રીનો આ લુકમાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. 

સોનાલી સહગલ ખૂબ જ સુંદર લાગી રહી છે
'પ્યાર કા પંચનામા' ફેમ સોનાલી સહગલે લગ્નના દિવસે પાઉડર પિંક કલરની સાડી પહેરી હતી, જેના પર સિલ્વર હેવી એમ્બ્રોઈડરી કરવામાં આવ્યું હતું. જેની સાથે મેચિંગ દુપટ્ટો પણ લીધો હતો. સોનાલીએ આ લુકને મિનિમલ મેકઅપથી કમ્પ્લીટ કર્યો છે અને ડાયમંડની હેવી જ્વેલરી પહેરી હતી. દુલ્હન બનેલ આ અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. 

સોનાલીએ કરી ખાસ એન્ટ્રી
સોનાલીએ ખૂબ જ ખાસ એન્ટ્રી કરી હતી. સોનાલીએ પોતાના ડોગી સાથે મંડપમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી, આ ડોગીએ પણ મેચિંગનો પિંક ડ્રેસ પહેર્યો હતો. સોનાલી સહગલના લગ્નમાં ટીવી તથા બોલીવુડની અનેક સેલિબ્રિટી શામેલ થઈ હતી. આ અવસરે ચાહત ખન્ના, મંદિરા બેદી અને કરણ વી ગ્રોવર તેમની પત્ની સાથે લગ્નમાં પહોંચ્યા હતા. 

સોનાલી સહગલના લગ્નના અનેક ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લગ્નના બંધનમાં બંધાવા બદલ સોનાલી સહગલને વિશેષ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ